.
પાદરા ગોપાલ ચાવડા
સાઢા,, હસમુખ પરમાર
પાદરા તાલુકાના સાંઢા ગામમાંથી સતત ૧૧ વર્ષથી અવિરત ચાલતો સંઘ પુનમ દિવસે રાજપીપલા ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યો જેમાં આશરે બસો જેટલા ભાવિભકતોએ હરસિધ્ધિ માતાજીના મંદિરના ઘુમ્મટ પર શ્રધ્ધાભેર ધજારોહણ કયું હતું .
સાંઢા ગામમાંથી હરસિધ્ધિ માતાજીના માઇભક્તોનો સંઘ દર વર્ષે ૨૨ ફેબ્રુઆરીના દિવસે વર્ષો જુની પરંપરા મુજબ રાજપીપલા મંદિરે પગપાળા જતા હોય છે જેને લઈને આ વર્ષે પણ આ દિવસે પગપાળા સંઘમાં ગયો હતો જે ૨૫ ફેબ્રુઆરીના દિવસે રાજપીપલા હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યા હતો.મંદિરમાં હોમ હવન વિધિ કરવામાં આવી હતી આ હોમ હવન વિધિ માં પગપાળા તેમજ દર્શનાર્થી જોડાયા હતા.હવનકુડમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીના મંદિરની સાત પ્રદક્ષિણા કરી મંદિરના ધુમંટ પર ધજા ચડાવવામાં આવી હતી.આ સમગ્ર પગપાળા સંઘનુ સંચાલન માતાજીના ભુવાજી જશુભાઈ પરમાર તેમજ સાંઢા હરસિધ્ધિ મંદિર કાર્યકર્તા કરી રહ્યા હતા.મહાપસાદી બાદ પગપાળા યાત્રાળુઓ પોતાના ઘરે પરત ફર્યા હતા.
-રાજપીપલા હરસિધ્ધિ માતાજીના મંદિરના ઘુમ્મટ પર માઈભક્તો ધજા રહ્યા છે.