મહુવડ મુજપુર થી ડબકા રોડ પહોળો થશે
ધારાસભ્ય જસપાલ સિહ દવારા રોડ નું ખાતમુહૂર્ત કરાયું ,
મહુવડ થી મૂજપુર ડબકા નો રોડ સાંકડો હોય અને આ રોડ ઉપર સતત ટ્રાફિક વધતો હોય રોડ પહોળો કરવાની જરૂર ઊભી થવા પામી જતી આ અંગે આ રોડ ઉપર થી પસાર થનાર ચાલકો સતત અકસ્માતો ના ભય નીચે વાહન હંકારતા હતાં જેમાં સ્થાનિક પ્રજાજનોની રજૂઆતોના પગલે ધારાસભ્ય જસપાલ સિંહ દવારા માર્ગ મકાન વિભાગ વિભાગ ને લેખિત માગણી કરતા આ રોડ ઍક મીટર બન્ને બાજુ ફૂલ ૫.૫મીટર પહોળો થશે અને આ મંજૂર થતા તેનું ટેન્ડર થયું હતુ ધારાસભ્ય જસપાલ સિહ દવારા રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા આ રોડ પહોળો થતાં લોકોમાં આનંદ છવાયો હતો આ પ્રસંગે ધારસભ્ય નું સ્વાગત કરવામા આવ્યું હતુ જેમા રણછોડ પરમાર, હર્સદ સિહ પરમાર, મુજપૂર સરપંચ રણજીત પરમાર, પ્રતાપસિંહ, રમેશ ભાઈ, જગમાલસિહ, દિલીપ સિહ, નટુભાઈ પઢિયાર, નરેદ્ર સિહ, મહોબત સિહ વગેરે હાજર રહ્યાં હતાં અને આનંદ વ્યક્ત કર્યો હતો