પાદરા તાલુકા નાં સરસવણી થી આમળા વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી નો 6લેન રોડ આવેલ છે ત્યાં મોટું ગરનાળુ બનાવ્યું છે આગળ નાં ગામોમાં જવા આવવા માટે હવે આ રોડ નું કામ હવે પૂરું થવાની નજીક માં છે જેમા ગરનાળાની નીચે મોટા ખાડા પડેલા છે પાણી ખુબ ભરાય છે આવવા જવાની લોકોને ખુબજ અગવડતા પડે છે વાહનોને ખુબજ નુકસાન થાય છે સતત પાણી ભરાવવાનાં કારણે પગપાળા ચાલીને જવાની કોઇ જગ્યા નથી સતત અકસ્માત નો ભય સતાવી રહ્યો છે બાજુના ગામ ખેતર નાં બાળકો સ્કૂલે જતાં ડરી રહયા છે પાણીમાં ઊંડા ખાડામાં નાં પડી જવાય આ અંગે સરસવણી અને આમળાના સરપંચોએ અનેક વખત રજૂઆતો કરી પરંતુ હાઇવે ઓથોરિટી પ્રજાજનોની મુશ્કેલી શાભળતી નથી જેમા આમળાના સરપંચ સચિનભાઈ પટેલ અને ગામના જાગૃત નાગરિકો નેસનલ હાઇવે ઓથોરિટી ને મળી ઉગ્ર રજૂઆત કરતા સરસવણી, આમળા ગરનાળા પાસે દોડી આવ્યા હતા અને લોકોની સમસ્યા નજરે જોતા તેને ઝડપ થી દુરસ્ત કરવાની હૈયાધારણા આપી હતી
L