પાદરા ગોપાલ ચાવડા
__________
પાદરાના મોભા ખાતે ગુજરાત ના માજી ગૃહ મંત્રી અને ભાજપ ના અગ્રણી પટેલ આગેવાન ગોરધન ઝડફિયા તથા યુપી નાં પૂર્વ મંત્રી વિદ્વાન પ્રભાવી વક્તા ડૉ મહેન્દ્ર સિહં ની થયેલી જોરદાર સભા
_______________
ગ્રામ્ય વિસ્તારો માં ભાજપ નો અંડર કરંટ
______________
જૂના કાર્યકર્તાઓ એ પ્રચાર ની કમાન સંભાળી
______________
પાદરા વિધાનસભા નાં ભાજપ નાં ઉમેદવાર ચૈતન્ય ઝાલા નો પ્રચાર વેગવંતો થઈ રહયો છે જેમા મંગળવાર નાં રોજ મોભા ખાતે સભા યોજાઇ હતી
જેમા ગુજરાતના માજી ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા અને યુપી સરકારના પૂર્વ મંત્રી ડો મહેન્દ્ર સિંહ ની જાહેર સભા યોજાઇ હતી જેમાં ચૈતન્ય સિંહ ઝાલાએ પોતાના પ્રવચન માં પ્રોલભન આપનારા થી, લોભ લાલચ આપનારા થી ચેતજો એ તમને ઍક વખત ચૂંટણી વખતે લાલચ આપશે ભાજપ ૩૬૫ સહાયઅને રક્ષા કવચ આપે છે તેને સાચવજો અને જંગી મતદાન કરવાની અપીલ કરી હતી
ત્યારબાદ યુપી સરકારના માજી મંત્રી
ડો મહેન્દ્ર સિંહ દ્વારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ને ટકાવી રાખવા માટે ભાજપને વોટ આપવાની લોકોને મુદ્દાસર , અને પ્રભાવિક , અને જોરદાર વાણીમાં એકધારી પ્રવાહમાં પ્રવચન કર્યું હતુ અને સતત તાળીઓના ગડગડાટ સાથે નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સરકાર, ગૂજરાત સરકાર દ્વારા રાષ્ટ્ર હિત નાં કાર્યો ગરીબોની સરકાર ના જનહિત કામો તથા પોતાની ઓજસ્વી વાણીમાં ઋગ્વેદ થી અંગ્રેજો અને આઝાદી થી નરેન્દ્ર મોદી સુધીના કાર્યકલાપો ની વાતો કરીને ઉપસ્થિત લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા અને ચૈતન્ય સિંહ ઝાલા ને વિજેતા સન્માન કર્યું હતુ જ્યારે ગોરધન ઝડફિયા એ ગૂજરાત સરકારે લોકોની સલામતી માટે કરેલ કાર્યોની છનાવત કરી હતી કોંગેસ નાં પાપે કાશ્મીર નાં ટુકડા થયા તે વાત કરી, ગુજરાતમાં હવે ક્યાંય માફિયા રાજ નથી
નર્મદા યોજના કોંગ્રેસે અટકાવી તે મેઘા પાટકર ને લઇને એક ભારત કરવાં નીકળ્યા રાહુલ ગાંધી, અનેક ઉદાહરણો આપી ભાજપને જીતાડવા ઉમેદવારને જીતાડવા હાકલ કરી હતી
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા મોભાના અને આજુબાજુના ગામોના લોકો જોડાયાં હતાં