- પાદરા , ગોપાલ ચાવડા
_____________
પાદરામાં ભાજપ ના સ્ટાર પ્રચારક પરષોત્તમ રૂપાલા ની જંગી સભા
________________
પાદરા ૧૪૬ વિધાનસભા ભાજપ ના ઉમેદવાર ચૈતન્ય ઝાલા ને જીતાડવા હજારો લોકો ઉમટ્યાં સભાને સાંભળવા
_________________
રૂપાલાએ નરેન્દ્ર, ભૂપેન્દ્ર ડબલ એન્જિન ની સરકારની લોક ઉપયોગી સેવા ના કામો યાદ કરાવ્યા
__________
સમગ્ર નવાપુરા વિસ્તાર ચિક્કાર થઈ ગયો, ઊભા રહેવાની જગ્યા ન હતી
_________________
પાદરા વિધાનસભા ના ભાજપ ઉમેદવાર ચૈતન્ય ઝાલાના પ્રચાર માટે કેન્દ્ર સરકાર ના મંત્રી પરસોતમ રૂપાલા એ પાદરા માં જંગી સભા ને સંબોધી હતી અને કેન્દ્ર અને રાજ્ય સરકાર ની કોરોના અને સરકારની સેવા યોજના ઓ ની યાદ પ્રજાને કરાવી હતીતે માટે ભાજપના ઉમેદવાર ચૈતન્ય ઝાલા ને જંગી બહુમતી થી વિજય બનાવવા હાકલ કરી હતી આ સભામાં સાંસદ ગીતાબેન રાઠવા ,, જિલ્લા પ્રમુખ ડૉ બીજે બ્રહ્મભટ્ટ મેહુલ ઝવેરીપ્રદેશ મંત્રી જાનવી વ્યાશ,સહિત ભાજપ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી સભા સફળ કરી હતી
આ સભા મા પુરષોત્તમ રૂપાલાએ કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકાર ની લોક હિત ની યોજનાઓ અને તેના લાભો પ્રજાને કેવી રીતે મળ્યા છે તે ઉદાહરણો સહિત જણાવ્યા હતા જેમાં કોરોનામાં મફત રષી લોકોને આપી સરકારે અનાજ ની યોજના મેડિકલ વીમા ની યોજના
માં કાર્ડ , અમૃત કાર્ડ, વગેરે યોજનાઓ જણાવી હતી અને કોંગ્રેસ સામે પ્રહારો કર્યા હતા અને તડપડી ભાષામાં લોકોને આનંદિત કર્યા હતા
આ કાર્યક્રમ હજારો લોકો સભા સાંભળવા આવ્યા હતા જેથી ભાજપ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો
સભાને મેહુલ ઝવેરી , ગીતાબેન રાઠવા, ms સેનેટ મેમ્બર,ઉમેદવાર ચૈતન્ય ઝાલા,, પરાક્રમ સિંહ જાડેજા વગેરે સભાને સંબોધી હતી