પાદરા
ગોપાલ ચાવડા
=====
જૈનોના પવિત્ર તીર્થ ઝારખંડ નાં સમેટ શિખરજી ને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈનોના તમામ પંથોમાં ભારે રોષ ફેલાયો
============
21 ડિસેમ્બર સમગ્ર દેશ નાં જૈનો ઍક દીવસ બંધ પાળીને સરકાર ને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો
=====
પાદરાના બંને પંથો દિગંબર અને શ્વેતાંબર જૈન સંઘ નાં આગેવાનો રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો
સમગ્ર જૈન ધર્મ નાં અનુયાયીઓમાં ઝારખંડ માં આવેલ સમેત શિખરજી
પવિત્ર તીર્થ સ્થળ ગણાય છે જેમાં હાલમાં સરકારે તેને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું
તેને લઈને સમગ્ર જૈન સમાજ માં ભારે રોષ ની લાગણી પ્રસરી જવા પામી હતી કે haver આ તીર્થ પવિત્ર નહિ રહે તમામ પ્રકાર ની પ્રવૃત્તિઓ થશે જે જૈનોમાં પ્રતિબંધ છે તેવી તેથી સમગ્ર સમાજ ઍક થઈને 21ડિસેમ્બર ભારત નાં જૈનોએ બંધ પાળી સરકારને આવેદન પત્ર આપી વિરોધ કરી પોતાની લાગણી વ્યક્ત કરે
પાદરા દિગંબર સંઘ અને શ્વેતાંબર જૈન સંઘ એકત્ર થઈને બંધ પાળી ઍક રેલી સ્વરૂપે ભાઈઓ બહેનો પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચી ઉગ્ર દેખાવો કરી આવેદન આપી રોષ વ્યક્ત કર્યો હતો અને પવિત્ર તીર્થ સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે રદ કરે અને તીર્થ સ્થળ જાહેર કરે નહીતો ઉગ્ર આંદોલન કરવામાં આવશે