ગોપાલ ચાવડા
પાદરા
==
વડોદરા જીલ્લા એલસીબી પોલીસે ઈંગ્લીશ દારૂના સપ્લાય ઉપર ઝાપો મારી હરિયાણાથી આવતી કન્ટેનર ઝડપી
=============
490પેટી, બોટલ નંગ 15564, કિંમત 26,17, 200નો વિદેશી દારૂ ઝડપ્યો
========
કુલ મુદ્દામાલ, મોબાઈલ, કન્ટેનર, સહિત 36,19, 200નો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપી ને જેલ ભેગો કર્યો હોય
==============
31ડિસેમ્બર પહેલાં દારૂના વેપલા ઉપર ઘા
===========
વડોદરા જીલ્લા એલસીબી પોલીસે વડોદરા જિલ્લાની હદમાં વાહન ચેકીંગ માં હરીયાણા તરફ થી આવતી ટ્રક કન્ટેનર માં 26 લાખ સતર હજાર બસો નો વિદેશી દારૂ ઝડપ્યો અને એક આરોપી ની ધરપકડ કરી હતી
વડોદરા જિલ્લા એલસીબી પોલીસ વડોદરા હાલોલ રોડ ઉપર મુ.આમલિયારા વાહન ચેકીંગ દરમિયાન પંચોને સાથે રાખી એક હરિયાણા ની કન્ટેનર ગાડી ને ઊભી રાખી તપાસ શરૂ કરી હતી જેમાં વગર પાશ પરમીટ ધરાવતા વાહન ચાલક દેવાનંદ કાશીરામ દાનક રહે તુંબા હેરી, જાંઝર, હરીયાણા, ની ગાડીમાં દારૂની પેટી નંગ 490જેમાં કુલ બોટલ નંગ 15, 564. કી 26,17, 200 રૂપિયા નો તથા ઍક વિવો મોબાઈલ કી 2000, મળી કુલ 36,19,200 મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય તેમજ આ દારૂનો જથ્થો ભરી આપનાર પ્રદીપ જાટ, હરીયાણા. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી અને કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે કાર્યવાહી કરેલ છે