પાદરા, ગોપાલ ચાવડા
_______
શ્રીરામ જાનકી મંડલ પાદરા દ્વારા વાર્ષિક મહોત્સવ અને હોલી મિલન સમારોહ યોજવામાં આવ્યો
પાદરા શ્રીરામ જાનકી મંડલ દ્વારા વાર્ષિક મહોત્સવ અને હોલી મિલન સમારોહ પાદરા મનુસમૂર્તિ હોલ ખાતે યોજવામાં આવ્યો આ કાર્યક્રમ મા મુખ્ય અતિથિ તરીકે પાદરા સંતરામ મંદિર ના મહંત મોહનદાસજી મહારાજ તથા પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સંજય પટેલ અગરબત્તી સચિનગાંધી આરએસએસ નાં જીગર પંડ્યા,vhp નાં ગોપાલ ચાવડા, ઋષિ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ, સહિટ સામાજીક અગ્રગણ્ય, ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે શ્રીરામ જાનકી મંડલ ના સભ્યો તેમજ તેમના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ મા મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ નીશરૂઆત કરવામાં આવી હતી બાદમાં મંડલ દ્વારા આવેલા મહાનુભાવો નું પુષ્પગુચ , શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સાથે હોલી મિલન કાર્યક્રમ મા સંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું મળતી વિગતો અનુસાર આ મંડલ ના તમામ પરિવારો ઉત્તર ભારતીય, બિહાર, એમપી, મહારાષ્ટ્ર પ્રદેશ ના મૂળ નિવાસી છે અને વરસો થી પાદરામાં નિવાસ કરે છે અને vhp તથા બજરંગ દળ, આરએસએસ સાથે જોડાયેલા છે જેઓ પાદરા ના અલગ અલગ ઉદ્યોગ જગતમાં ફરજ બજાવે છે અને આ મંડલ હિન્દુ વિચાર ધારા તેમજ હિન્દુ સંગઠિત ને એકત્રિત રાખવામાટે બનાવામાં આવ્યું છે સાથે દર મંગલવારે પાદરા ના રામ રેસીડેન્સી મંદિર મા સુંદર.. સુંદર કાંડ નું આયોજન પણ કરે છે આ કાર્યક્રમ મા ભક્તિ ના રંગ સાથે હોળી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી