પાદરા ગોપાલ ચાવડા
____પાદરા માં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી ,ભાવિ આચાર્ય પૂ નૃગેન્દ્ર પ્રસાદ
મહારાજ ની ઉપસ્થિતિ માં ભવ્ય શાકોત્સવ યોજયો
હાથીની અંબાડી ઉપર લાલજી મહારાજ આરૂઢ કરી નગર મા શોભા યાત્રા નીકળી હતી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું
પાદરામાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી ભાવિ આચાર્ય લાલજી મહારાજ ની પધરામણી થઈ હતી જેમા ગાયત્રી મંદિરે સહુ સત્સંગીઓ એકત્ર થઈને વાજતે ગાજતે હાથીની અંબાડી ઉપર લાલજી મહારાજ ને આરૂઢ કરી નગર નાં મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી અને નવાપુરા સ્વામિનારાયણ મંદિર ખાતે રાખેલ સત્સંગ સભામાં ફેરવાઇ ગઇ હતી જેમા લાળજી મહારાજ ની સાથે સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો ઉપરાંત સંતરામ મંદિર નાં મહંત પૂ મોહનદાસ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે લાલાજી મહારાજ નુભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ તે પ્રસંગે લાલજી મહારાજ આશીર્વાદ આપી લોકોને ધન્ય કર્યા હતાં
આ કાર્યક્રમમાં સેકડો ભક્તોએ તેમની વાણી નો લાભ લીધો હતો
અને કાર્યક્રમના અંતે દિનેશ હોલ ખાતે દિવ્ય શાકોત્સવ યોજયો હતો
પાદરા સ્વામિનારાયણ સત્સંગ સભા યે સમગ્ર કાર્યક્રમ નું આયોજન કર્યું હતુ