પાદરા ગોપાલ ચાવડા
___________
પાદરામાં જીલ્લા પંચાયત
આયુર્વેદિક વિભાગ દવારા ત્રીજો આયુષ મેળો યોજાયો
__________________
ધારાસભ્ય નાં હસ્તે આયુષ મેળો ખુલ્લો મુકાયો
______________
હોમિયોપેથીક, યોગ, આયુર્વેદીક વિજ્ઞાન, પંચ કર્મ, અગ્નીકર્મ , દ્રારા . માહિતી, અને નિદાન, ઉપચાર કરવામાં આવ્યું
______________
પાદરામાં આયુષ વિભાગ, પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકોમાં આયુર્વેદિક પ્રત્યે રૂચિ અને વિશ્વાસ ઊભો થાય તે માટે આયુષ મેળો યોજાયો હતો આ મેળો પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા હસ્તે ખુલ્લો મુકાયો હતો જેમા પાલીકા પ્રમૂખ મયુરદવજ સિહ ઝાલા, ભાજપ પ્રમુખ કૌશિક પટેલ,તાલુકા પંચાયત , પ્રમૂખ, જિલ્લા પંચાયત નાં ચૂંટાયેલાં હોદેદારો સદ્સ્યો ,તાલુકા પંચાયત સદસ્યો અધિકારીઓ હાજર રહ્યાં હતા, જેમા પારુલ આયુવેદિક કોલેજ નાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આયુષ મેળા
માં હોમિયોપેથીક કોલેજનાં જલ્પા ત્રિવેદી અને સેવાસી નો સ્ટાફ પણ હાજર રહ્યો હતો જેમા દર્દીઓને આયુર્વેદિક ની માહિતી સાથે વિવિઘ દર્દના દર્દીઓને તપાસી નિદાન કરીને દવાઓ આપી ઉપચાર પણ કરવામાં આવ્યો હતો, જેમા મોટી સંખ્યામાં દર્દીઓ એ લાભ લીધો હતો,
આ આયુષ મેળામાં જીલ્લા આયુર્વેદિક અધિકારી ડો સુધીર જોષીના નૈતૃત્વ માં સમગ્ર કાર્યક્રમ યોજ્યો હતો પાણીગેટ હોસ્પીટલ નાં સુપ્રિટેન્ડેન્ટ ડૉ ભરતભાઈ નું માર્ગદર્શન માં જેને સફળ કરવાં પાદરા તાલુકાના આયુર્વેદિક ડોકટરો મુવાલ હોસ્પીટલ નાં ડૉ જીગર જોષી ઉમરાયા હોસ્પીટલ નાં ડોકટર શિલ્પા બેન , તીથોર હોસ્પીટલ નાં ડોકટર પ્રતીક ભાઈ ભારે મહેનત કરી આયુષ મેળો સફળ કર્યો હતો પ્રારંભમાં બાળકો દ્વારા સ્વાગત ગીત તથા યોગ ગીત તેમજ યોગ શિક્ષક દ્વારા પાદરાની ૮વર્ષ ની બાળા
દ્વારા સુન્દર યોગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું , આંગણવાડી ની બહેનો આઇ શી ડી એસ વિભાગ ની બહેનો દ્વારા હેલ્થી ફૂડ મૂકવામાં આવ્યું હતું જેણે લોકોએ વખાણ્યું હતું સમગ્ર રીતે આ ત્રીજો આયુષ મેળો સફલ રહ્યો હતો