પાદરા, ગોપાલ ચાવડા
પાદરા અચેલેશ્વર મહાદેવ અને બ્રાહ્મણ પંચ પાદરા દ્વારા મહા શિવરાત્રી પર્વ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મંદિરે ખાતે વિવિધ ધાર્મિક કાર્યકમો સાથે સાંજે શિવજી
ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી…
=========
દેવો ના દેવ મહાદેવ ના મહા પર્વ એટલે મહા શિવરાત્રી મહા શિવરાત્રી ની દેશભરમાં ધામ ધૂમ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
પાદરા ના બ્રાહ્મણ પંચ અને ઝંડા બજાર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રી પર્વ નિમિત્તે વર્ષો થી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે આ વર્ષે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ ના યજમાન દ્વારા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું સવાર થી મંદિર માં ભવ્ય વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું હતું
સાથે યજ્ઞ સંપન્ન થતા, શિવજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા અચલેશ્વર મહાદેવ મંદિરે થી નીકળી હતી જેમાં વિવિધ દેવી દેવતા વેશભૂષા સાથે બાળકો એ શોભાયાત્રા માં નીકળ્યા હતા શોભાયાત્રા પાદરા નગર ના મુખ્ય માર્ગો પર ફરી મંદિરે પરત ફરી હતી જ્યાં મહાઆરતી નું ભવ્ય આયોજન પણ કરાયું હતું જ્યાં શિવજી ની રાતે પૂંજા યોજાય છે જેનું આગવું મહત્વ હોય છે જે આખી રાત પૂંજા યોજાતી હોય છે..
પાદરા નગર માં શિવજી ભવ્ય શોભાયાત્રા માં અગ્રણીઓ સહિત નગરજનો પણ જોડાયા હતા જ્યારે પાદરાના પરશુરામ સેના યુવા વાહીનીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા