પાદરા ગોપાલ ચાવડા
પાદરા નવાપુરા હનુમાનજી મંદિરે ભવ્ય હનુમાન જયંતી ની ઊજવણી કરવામાં આવી
_________
મારૂતિ યજ્ઞ માં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા હોમાત્મક યજ્ઞ કરાવ્યો
_______________
ધારાસભ્ય, નગર પાલિકા પ્રમુખ, સદસ્યો , માજી ધારાસભ્ય, સહિત વેપારીઓ આગેવાનોએ હાજર રહ્યા
________________
હજારો ની સંખ્યામાં ભંડારમાં શ્રદ્ધાળુઓ યે પ્રસાદી લીધી
______________
પાદરા નાં નવાપુરા પુનિત ચોક ખાતે સ્વામિનારાયણ મંદીર નાં પ્રાગણમાં હનુમાનજી મહારાજ બિરાજ માન છે જે સાળંગપુર ની પ્રતિ કૃતિ છે
જ્યા વર્ષો થી હનુમાનજી જયંતિ ધામ ધુમ થી ઉજવાય છે
જેમ ચાલુ વર્ષે ત્રણ દીવસ નાં કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રથમ દિવસે રાત્રે રાધે ભજન મંડળ નો કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જયારે બીજા દિવશે સુદંર કાંડ નું આયોજન કરવામાં આવ્યું હતુ
હનુમાન જયંતી નાં દિવશે સવારથી મારૂતિ યજ્ઞ નો પ્રારંભ થયો હતો જે સાંજે પૂર્ણાહુતિ સમયે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, નગર પાલિકા પ્રમુખ મયુર દવજ સિહ ઝાલા, માજી ધારાસભ્ય જસપાલ સિહ ઠાકોર, સ્થાનિક આગેવાનો પાલીકાના સદસ્ય સંતોષ પટેલ, ચેરમેન સંકેત પટેલ, પિયુષ ગાંધી , સહિત પીપી શ્રોફ પેઢીના મુકેશ ઠક્કર , સૂર્યકાંત ભાઈ ચોકસી, ઘનશ્યામ ભાઈ ઠકકર સહિત મોટી સંખ્યામા વેપારીઓ આગેવાનો, ભાઈઓ બહેનો ઉમટ્યા હતાં જેમાં યજ્ઞ ની પૂર્ણાહુતિ બાદ ભંડારામાં હજારો ભકતો યે મહા પ્રસાદી લીધી હતી