ગોપાલ ચાવડા
આખરે પાદરા તાલુકા સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર, પાદરા વડોદરા ની અંદર સતત ત્રણ દિવસથી વરસાદ પડતા ખેડૂત પુત્રોમાં ભારે આનંદ છવાયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી
______&
પાદરા શહેર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પડી રહેલી ભારે મુસીબત છતાં પણ મોંઘો મેઘ વરસતા લોકોમાં રાહત
_______
પાદરામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે જે પાદરા શહેર તથા તાલુકો તથા વડોદરાની આસપાસના તાલુકાઓમાં પણ એકધારો વરસાદ પડી રહ્યો છે જેમાં છેલ્લા 24 કલાકથી વરસાદ અટકવાનું નામ દેતું નથી જે ખેતી માટે તથા પાણી માટે ખૂબ જ આશીર્વાદ સમાન છે છેલ્લા એક મહિનાથી વરસાદ પ્રારંભ થયો છે ગુજરાત અને દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ મધ્ય ગુજરાત જે કહી શકાય એ મધ્ય ગુજરાતમાં બાકીના જિલ્લાઓ કરતા ઓછો વરસાદ પડતા લોકોમાં ભારે વ્યાકુળતા જોવા મળી હતી જેમાં ભારે ગરમી ઉપરાંત ખેતીમાં બિયારણ થયા છતાં યોગ્ય વરસાદ નહીં પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા તથા તળાવો પણ બધા ખાલી જોવા મળી રહ્યા છે તેને કારણે ખેડૂતો ઢોરઢાખરના માલિકો તથા વાતાવરણમાં ગરમી હોવાને કારણે લોકો માં ભારે ચિંતા જોવાં મળી રહી હતી કે મધ્ય ગુજરાતમાં હવે ક્યારે વરસાદ આવશે જેની ચાતક નજરે રાહ જોવાય રહી હતી ત્યારે છેલ્લા 48 કલાક કરતાં વધુથી એક ધાર્યો વરસાદ પડી રહ્યો છે તેને કારણે ખેડૂતો ઢોર ઢાખરના માલિકો તથા આમ પ્રજાને ને પણ વાતાવરણમાં ભારે રાહત જોવા મળી રહી છે જ્યારે આ વરસાદને કારણે પાદરા શહેર તાલુકા તથા અન્ય તાલુકાઓના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે વાત કરીએ પાદરાની તો પાદરાના તમામ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જે આવવા જવા માટે ખૂબ જ અગવડતા છે લોકોના ઘરમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે જેને કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી જોવા મળી રહી છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે જેની ચાતક નજરે રાહ જોઈ રહી હતી તેને કારણે આ મુશ્કેલીને પણ લોકો દરકિનાર કરવા તૈયાર થયા છે કારણ કે ખેતીવાડીમાં ઢોરઢાખર ના પીવાના પાણીમાં, તળાવોના પાણીમાં નવા નીર આવ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખૂબ જ આનંદ છવાઈ જવા પામ્યો છે આમ પાદરામાં એક ધારો છેલ્લા 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે તેને કારણે ખૂબ જ આનંદ છવાયો છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પણ સાથે સાથે લોકોને તકલીફો પડી રહી છે જે સત્તા અધિશો નગર પાલિકા હોય કે ગ્રામ પંચાયતો હોય તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઝડપથી થાય તેવું પ્રજા ઇચ્છવી રહી છે