ગોપાલ ચાવડા
વર્ષો ની પાદરા જંબુસર હાઇવે ને ફોરલેન બનાવવા માટે માંગ પૂરી
__
દર વર્ષે અનેક અકસ્માતોમા નિર્દોષોના મોત થતાં અટકશે , ઇજાગ્રસ્તો થતાં અટકશે
__
માર્ગ નું વિધિવત રીતે ખાત મુર્હત કરાયું, રૂ.163 કરોડ ના ખર્ચે નિર્માણ થનાર માર્ગ
નું પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા એ ભૂમિપૂજન કર્યું
________
પાદરા જંબુસર હાઇવે ને વર્ષો થી ફોરલેન કરવાની માંગ હતી, ત્યારે પાદરા જંબુસર હાઇવે નું વર્ચ્યુલ ખાત મુર્હત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ 22 મી તારીખે નવસારી થી કર્યું હતું
પાદરા જંબુસર હાઇવે નું આજે વિધિવત રીતે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું પાદરા નજીક પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ના હસ્તે પાદરા જંબુસર હાઇવે નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા શહેર અને તાલુકા ના ભારતીય જનતા પાર્ટી ના આગ્રણીઓ તથા કાર્યકરો સહિત તાલુકા પંચાયત અને પાદરા નગર પાલીકા ના સદશ્યો ઉપસ્થિત રહ્યા હતા, પાદરા જંબુસર રોડ ઉપર પાદરા ની હદમાં નજીક વિધીવત રીતે ભુમિ પૂજન કરવામાં આવ્યું, જે કામ નો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો