ગોપાલ ચાવડા પાદરા
====
પાદરા તાલુકાના 244 પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ માટે માંગ કરવામાં આવી શિક્ષકો દ્વારા અનેક રજુવાતો પણ કરવામાં આવી હતી ત્યારે પાદરા તાલુકાના 244 જેટલા શિક્ષકો દ્વારા ઉચ્ચતર પગાર ધોરણની માગ કરાઈ હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેઓની માંગ સ્વીકારી 244 જેટલા પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે પાદરા તાલુકાના જાશપુર ગામે 244 જેટલા પ્રાથમિક શિક્ષકોનો ઉચ્ચતર પગાર ધોરણ ના હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર આર વ્યાસ સહિત જાશપુર ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તમામ લોકોનું સન્માન સાથે સ્વાગત કરાયું હતુ, યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષકોને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ના હસ્તે ઉચ્ચતર પગાર ધોરણ હુકમ વિતરણ કરાયું હતું.