પાદરામાં દૂધવાડા પરિવારનો તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ યોજાયો.
===
રવિવાર ના રોજ ઝેન સ્કુલ પાદરા ખાતે દૂધવાળા પરિવાર પાદરા નો તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને પ્રફુલભાઈ ગાંધી,અતિથિ વિશેષ તરીકે ગોપાલભાઈ ચાવડા,રણછોડભાઈ પટેલ,નગીનભાઈ પટેલ અને રામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય થી કરવામાં આવી હતી.મહેમાનોનું શાબ્દીક સ્વાગત કૃપાલી પટેલ દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ પુષ્પગુચ્છ થી મહેમાનોનું સ્વાગત કરી આવકારવામાં આવ્યા.દૂધવાડા પરિવારના સિનિયર સીટીઝન નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું .ત્યારબાદ પરિવારની એક દીકરી ડોક્ટર પદવી પ્રાપ્ત કરી તેનું પરિવારના પ્રમુખ રાજેશ અમીન દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું તેમજ પરિવારના તમામ તેજસ્વી તારલાઓનું પણ મોમેન્ટો અને પાણીની બોટલ આપી દરેકનું સન્માન કરવામાં આવ્યું.અતિથિ
વિશેષ ગોપાલભાઈ દ્વારા સમાજ દ્વારા કરવામાં આવતા આ કાર્યને બિરદાવવામાં આવ્યું અને ભારતીય સંસ્કૃતિ વિશે ખુબજ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું.ત્યારબાદ પરિવારના પ્રમુખશ્રી રાજેશભાઈ અમીનને પ્રિન્સીપાલ ઓફ ધ યર નો એવૉર્ડ દિલ્હી ખાતે કિરણ બેદી દ્વારા પ્રાપ્ત કરી સમાજનું નામ રોશન કરવા બદલ તેમનું દૂધવાડા પરિવાર દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.પરિવારના મંત્રી ઘનશ્યામભાઈ દ્વારા પરિવારમાં ચાલતી પ્રવૃત્તિ ની જાણકારી આપી વાર્ષિક હિસાબો રજુ કર્યા હતા.આભાર વિધિ દેવલ પટેલ દ્વારા કરવામાં આવી . આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દુધવાળા ગામના જે પાદરામાં રહેછે તે પરીવાર જનો હાજર રહયાં હતાં