ગોપાલ ચાવડા પાદરા
પાદરા ના અભોર ગામના એક પરિવારને વાવાઝોડા મા માતા પુત્રીના મોત મામલે માનવ મ્રુત્યુ સહાય અંતર્ગત આઠ લાખ રૂપિયાની સહાય ચૂકવતા પરિવારે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો
પાદરા મામલતદાર દ્વારા આજે પાદરાના અભોર ગામના એક પરિવારને ₹8 લાખનો ચેક અર્પણ કરતા ગરીબ પરિવારે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો મળતી વિગતો અનુસાર હોળીના દિવસે અચાનક એકાએક આવેલા વાવાઝોડા દરમ્યાન અભોર ગામના એક પરિવારના ના માતા પુત્રી પોતાના પિયર જંબુસર ખાતે ગયા હતા જ્યા પણ વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો પવન ફૂંકાતાની સાથે જ માતા પુત્રી તેના પિયરમાં એક ઝાડ નીચે બેઠા હતા જ્યાં અચાનક ઝાડ ધરાશય થતા ઘટના સ્થળ પર માતાનું મોત થયું હતું જોકે પુત્રીનુ સારવાર દરમિયાન મોત થયું હતું સમગ્ર મામલે પરિવારે સરકારમાં જાણ કરી હતી જેના આધારે ગુજરાત સરકાર દ્વારા માનવ મૃત્યુ સહાય અંતર્ગત મૃત્યુ પામનાર માતા અને પુત્રીના વા રસદાર પરિવારજનોને રૂપિયા 8 લાખનો ચેક અર્પણ કર્યો છે આ ચેક ગુજરાત સરકાર દ્વારા પાદરા મામલતદારને આપવામાં આવ્યો હતો પાદરા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પરિવારને ફોન કરીને પાદરા મામલતદાર કચેરી ખાતે બોલાવવામાં આવ્યો હતો જોકે પરિવારને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની જાણ ન હતી આજે બપોરે પરિવાર જ્યારે પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યો ત્યારે પાદરા ના મામલતદાર વિજય પટેલ અને તેમની ટીમ ધ્વારા પરિવારને બોલાવીને આ યોજનાની સંપૂર્ણ માહિતી આપી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટના મામલે ગુજરાત સરકાર દ્વારા માનવ મૃત્યુ સહાય માંથી પરિવારને સહાયરૂપે આઠ લાખ રૂપિયાનો ચેક આપ્યો હોવાનું સમજાવી તે ચેક પરિવારને અર્પણ કર્યો હતો પરિવારે ચેક સ્વીકાર્યા બાદ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન રજૂ કર્યું હતું અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનિયછે કે આ ચેક ને સરકાર થી ગરીબ પરિવાર સુધી નિઃસ્વાર્થી પહોંચાડતા અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી આડશ રાખીને પ્રજાના કામ ટલ્લેચડાવતા અધિકારી અને કર્મચારીઓએ ઘણું બધું શીખવા જેવું છે