પત્રકાર : શૈલેષ માછી ડભોઇ
શ્રી કષ્ટભંજન દેવ પારિખાધામ ખાતે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભક્તોને ભારે ભીડ
ડભોઇ તાલુકાના પારિખા ધામ માં શ્રી કષ્ટભંજન દેવ ના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોય અને આગલે દિવસે રાત્રે ભજન કીર્તન નો કાર્યક્રમ અને સવારે દશઁન માટે ભક્તોનું કીડિયારુ ઉભરાયું હતું.
આજ રોજ ડભોઇ તાલુકાના પારીખા ધામ શ્રી કષ્ટભંજન દેવ ( દાદા ) ના મંદિરે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો શનિવાર અને શ્રાવણ માસ ની પૂર્ણાહુતિ ના અવસરે કષ્ટભંજન દેવ ના મંદિરમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મંદિર પ્રાગણમા શનિવાર ની આગલી રાત્રે ભજન કીર્તન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને પારિખા ગામમાં લોકમેળો પાણ યોજાયો હતો.
પારિખાધામ મંદિર વ્યવસ્થાપક પૂંજ્ય. મોહન પ્રસાદ સ્વામી, પૂંજ્ય શ્રીજી પ્રકાશ સ્વામી , સેવકો અને ગ્રામજનો દ્વારા મંદિર મા હરિભક્તો શાંતિ અને સાનુકૂળતા થી શ્રી કષ્ટ ભંજન દેવ ( દાદા ) ના દર્શન કરી શકે તે માટે ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ દશઁન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.