પાદરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2023 24 નું 156 કરોડનું બજેટ મંજૂર વિપક્ષે વિવિધ અલગ અલગ મુદ્દાઓ પર સતા ધારી પક્ષ ની કામગીરી પર સવાલો ઉઠાયા 156 કરોડનું બજેટ મંજૂર કરતી સામાન્ય સભામાં મોટા ભાગના વિભાગના કર્મચારીઓની ગેરહાજરી વિપેક્ષે કરી કાર્યવાહી માગ
પાદરા, ગોપાલ ચાવડા
===========
પાદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા માટે આજે વર્ષ 2023 24 નો 156 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું
=======
અનેક કર્મચારીઓ તલાટીઓ ગેર હાજર રહેતા લોકો હેરાન પરેશાન
============
પ્રજાના કામો થતા નથી તેવી લોકોની અને વિપક્ષોની ફરિયાદ
===============
વિપક્ષે કામો નહિ થતાની ચાલુ બેઠકે વિરોધ નોંધાવ્યો
==============
ભય ગ્રસ્ત vecl રોડ નહિ બનાવતા મોટા અક્સ્માત નો ભય અનેક રજૂઆત છતાં તાલુકા પંચાયત આગળ રજૂઆત નથી કરતી
=============
આરોગ્ય, શિક્ષણ લક્ષી કામોનો સમાવેશ નહિ કરાયો બજેઠ માં વિપક્ષ નો દાવો
============
પાદરા તાલુકા પંચાયત ની સામાન્ય સભા મંગળવાર નાં રોજ તાલુકા પંચાયત નાં હોલ માં મળી હતી જેમાં tdo રજા ઉપર હતાં સભા શરુ થતા વિરોધ પક્ષ નાં નેતા હાર્દિક પટેલે
સામન્ય સભામાં સત્તા પક્ષની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે હાર્દિક પટેલે સવાલો ઉઠાવ્યા છે કે 156 કરોડ રૂપિયા જેટલું બજેટ મંજૂર કરવામાં આવ્યું પરંતુ તેમાં તાલુકામાટે જે બે મુખ્ય જરૂરિયાત છે તે શૈક્ષણિક અને આરોગ્ય નાં કામો લેવામાં આવયા નથી હાર્દિક પટેલે ચાલુ સભામાં કહ્યું કે અમે તાલુકા પંચાયતના સભ્યો છે છતાં અનેકવાર રજૂઆત બાદ પણ અમારા કેટલાક સભ્યોને એજન્ડા આપવામાં આવતો નથી બીજી તરફ હાર્દિક પટેલે ગંભીર આક્ષેપો કર્યા કે 156 કરોડનું બજેટ મંજૂર કરતી સભામાંજ અલગ અલગ વિભાગના કર્મચારીઓ ગેરહાજર એ કેટલું યોગ્ય ગણી શકાય હાર્દિક પટેલે આક્ષેપ કર્યા છે કે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ સભા દરમિયાન ગેરહાજર રહેતા કર્મચારીઓ પોતાની આળસ ખંખેરતા નથી જેની સામે કાર્યવાહી થવી પણ જરૂરી છે બીજી તરફ તેમને જણાવ્યું હતું કે પાદરા ના કરખડી રોડ પર કંપનીમાં જતા લાખો કામદારો ખરાબ રોડના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે છતાં વારંવાર રજૂઆત બાદ પણ પાદરા તાલુકા પંચાયત દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી આમ પાદરા તાલુકા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં આજે વિપક્ષે સત્તાધારી પક્ષની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે
જેમા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા લુલો બચાવ કરવામાં આવ્યો હતો
જેમા હકીકત એવી છે કે શાસન બોડી નું કર્મચારીઓ ગાઠતા નથી
તેના કારણે પ્રજા લક્ષી કામોનો નિકાલ થતો નથી
પ્રજાનો પોતાના કામો લઈને આવે છે તો કર્મચારીઓ મોડા આવે છે, કાતો મળતા નથી,
જેથી સામાન્ય લોકો ભાડા ખર્ચીને દૂરથી આવે છે અને કર્મચારીઓ નહિ મળતા ભાડા માથે પડે છે તેવુ લોકો જણાવી રહયા છે આમ તાલુકા પંચાયત ભગવાન ભરોસે ચાલી રહી છે તેવા આક્ષેપો વિરોધ પક્ષ જણાવી રહ્યો હતો