પત્રકાર : મીત માછી
ડભોઈ
ડભોઇ તાલુકાના માંડવા ગામે કુદરતી આફતમાં વીજ પોલ પડતા 75 વર્ષીય મહિલાનું માથાણાં ભાગે ઇજા થતાં મોત નીપજ્યું હતું જેમાં વડોદરા જિલ્લા પંચાયત ના ઉપક્રમે તેમના સીધીલિટીના વારસદારને સરકાર તરફથી અપાતી સહાયનો ચેક આજે 18 દિવસના ટૂંકા ગાળામાં અર્પણ કરવામાં આવ્યો હતો.
હાલમાં ગુજરાત ઉપર બીપરજોય વાવાઝૂડા ની અશરને કારણે ભારે પવન ફૂંકાયો હતો જેને કારણે અનેક વિજપોલ અને વૃક્ષ પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી આ સમયે ડભોઇ તાલુકાના જુના માંડવા ગામે રહેતા મધુબેન માનસિંગભાઈ પાટણવાડિયાનું વિજપોલ પડતા તેમને માથાના ભાગે ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું આ કુદરતી આફતમાં મોત થતા સરકાર તરફથી રૂ.4 લાખની સહાય આપવામાં આવતી હોય છે ત્યારે આજે ઘટના બન્યાના 18 દિવસમાં જ મૃતક ના પરિવારને જિલ્લા પંચાયત વડોદરા અને ડભોઇ તાલુકા પંચાયત તરફથી રૂ.4લાખ નો ચેક તાલુકા વિકાસ અધિકારી પારસ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, કાયાવરોહન ડેપ્યુટી સરપંચ નીરવ પટેલ દ્વારા મૃતકના દીકરીને 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
નોંધ_ આ સમાચારની સંપૂર્ણ જવાબદારી રીપોર્ટની છે