પાદરા, ગોપાલ ચાવડા
_______
પાદરા નાં સુપ્રસિદ્ધ પાતળીયા હનુમાન મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાને લઈને તડામાર તૈયારીઓ
પાદરા ના સુપ્રસિદ્ધ પાતળી હનુમાન મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે કથામાં પરમ પૂજ્ય ત્રિલોચના કુમારી સાધ્વીજી ભક્તોને કથાનું રસપાન કરાવશે તારીખ 1/ 4/2023 ને શનિવારથી તારીખ 7/ 4/2023 સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન પાતળિયા હનુમાનજી મંદિર દ્વારા કરવામાં આવ્યું છે સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યકર્મો નું પણ આયોજનોન કરવામાં આવ્યું છે પાતળિયા હનુમાન મંદિરના મહંત શ્રી જયરામદાસજી મહારાજના જણાવ્યા અનુસાર તારીખ 1 /4/2023 અને શનિવારના સાંજે ચાર કલાકે પૂર્વાનચલ લોકહિત મંડળના સંતોષ કુમાર પરમાનંદ વર્મા ના નિવાસસ્થાન મોરાર બાગ સોસાયટી ખાતે થી પોથી યાત્રા નીકળી પાતળિયા હનુમાન મંદિર ખાતે જશે ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કથાની શરૂઆત કરવામાં આવશે જ્યા 7 દિવસ સુધી પરમ પૂજ્ય ત્રિલોચના કુમારી સાધ્વી ભક્તોને કથાનું રસપાન કરાવશે જ્યા તા 6/4/2023 ના રોજ 108 હનુમાન ચાલીસા ના પાઠ નું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ તારીખ 7 /4/2023 ને શુક્રવારની સાંજે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન પાદરા પાતળિયા હનુમાન મંદિર દ્વારા કરવામાં આવી છે