પાદરાના સુપ્રસિદ્ધ માઇ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ આઠમ ની વિશેષ પૂજા અર્ચના, યજ્ઞ અને હોમ હવન યોજાયા
======
લીલા ગીરી માતાના મંદિર, અંબાજી મંદિર, વાઘેશ્વરી મંદીર , રણુ તુળજા ભવાની ખાતે પણ આઠમ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી
=======
પાદરા પંથકમાં આવેલા માઈ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન આઠમ નું વિશેષ મહત્વ હોય છે જેમાં યજ્ઞ, હોમ હવન નાં વિશેષ અનુષ્ઠાન નાં આયોજન કરવામાં આવ્યાં હતાં જેમાં ટાવર વિસ્તારમાં આવેલ મા લીલાગરી ના મંદિર સાથે સેકડો ભાવિક ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે હાલ ચૈત્રી નવરાત્રી ચાલુ હોવાના કારણે લીલાગરી માતાના મંદિરે વિવિધ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે આજે વહેલી સવારથી જ મંદિર પાટાંગણ સહિત તમામ જગ્યાઓને ફૂલોથી શણગારવામાં આવી છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા પણ જોવા મળી રહ્યા હતા માતાજીને પણ સોળે શણગાર કરવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર સાંજે 5:00 કલાકે હવન કાર્યક્રમ પણ મંદિર દ્વારા રાખવામાં આવ્યો છે છેલ્લા સાત દિવસથી સતત લીલાગરી મંદિર ખાતે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા જોવા મળી રહ્યા હતા અલગ અલગ પ્રકારના થાળ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ મંદિર દ્વારા કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે પાદરા ના ટાવર વિસ્તારમાં આવેલું મા લીલાગરી નું મંદિર સાથે સેકડો શ્રદ્ધાડુઓ ની શ્રદ્ધા જોડાયેલી છે તેજ પ્રકારે રણુ તુળજા ભવાની મંદિરે આથમે યજ્ઞ યોજાયો હતો જ્યાં હજારો ભકતો દર્શન નો લાભ લેશે, તેજ પ્રકારે ઝંડા બજાર વાઘેશ્વરી મંદીર નવચંડી યજ્ઞ યોજાયો છે, અંબાજી મંદિરે,, ગોવિંદ પૂરા અંબાજી મંદિરે પણ નવચંડી યજ્ઞ નું આયોજન કરવામં આવેલ છે જેના દર્શન માટે સેકડો ની સંખ્યામાં માઈ ભક્તો દર્શન પૂજન કરવા ઉમટ્યા છે