ગોપાલ ચાવડા પાદરા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદીર અને ચાણસદ નારાયણ સરોવર ખાતે યોગ નાં કાર્યક્રમો યોજાયા
ર
તીય સનાતન ધર્મ એ સમગ્ર વિશ્વને અનેકવિધ પ્રદાનો સહસ્ત્રાબદીઓ પહેલા કરેલા છે તે પૈકીનો એક એવું મહર્ષિ પતંજલિએ સમગ્ર માનવ જાત ને તન અને મનની સ્વાસ્થ્યની જાળવણી ના હિત માટે પ્રદાન કરેલ એટલે યોગ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 મી જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજના એ પવિત્ર દિવસે સનાતન ધર્મની એ પરંપરા તથા ભગવાન સ્વામિનારાયણ અને બીએપીએસ સંસ્થાનો ગુરુ વર્યો દ્વારા જેને વૈશ્વિક સ્તરે પ્રસારવામાં આવ્યા છે તેવા યોગના આઠે આઠ આસનો કે જેનું અંતિમ આસન છે સમાધિ. તે યોગ દિવસ આજે સંસ્થાના સમગ્ર વિશ્વની અંદર 1600 થી વધુ મંદિરોમાં ઉત્સાહ પૂર્વક યોજવામાં આવ્યો હતો. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા અટલાદરા મંદિર તથા નારાયણ સરોવર ચાણસદ ખાતે પણ પૂજ્ય સંતો અને યુવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ વહેલી સવારે યોજાયેલ હતો.