વડોદરા જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે એકના ડબલ કરતી ટોળકી પાદરા તાલુકામાંથી ઝડપી પાડી
=============
તમામ આરોપીઓ લઘુ મતી કોમના હતાં જે હિન્દુ સાધુઓ નો વેશ પહેરી લોકોને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા
============
પકડાયેલા ઈસપો પાસેથી મળી આવેલા રોકડા 1,22,360 જેની છેતરપિંડી કરવામાં આવી હતી એ પરેશભાઈ પાસેથી મળી આવેલા રોકડા 50,000 મોટરસાયકલ નંગ ત્રણ કિંમત ₹1,50,000 મોબાઈલ ફોન નંગ પાંચ કિંમત રૂપિયા 12000
કુલ મુદ્દા માલ 3,34,300 પોલીસ એ ઝડપી પાડ્યા છે
============ ગોપાલ ચાવડા પાદરા
========
વડોદરા જિલ્લા એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સાધી ગામની સીમમાં સાધી થી આતી જવાના રોડ ઉપર આવેલા સુલતાન અમીર મલેકના ખેતરમાં બનાવેલા પોતાના ઘરની પાછળ વાળાના ભાગે છેતરપિંડી થી એકના ડબલ રૂપિયા કરવાવાળા ચારે ઈસપો ભેગા થઈ ભાયલી નાં પરેશ પટેલ રૂપિયા લઈને વિધિ કરી રૂપિયા ડબલ કરી આપવા બોલાવેલ છે જે હકીકતના આધારે એલસીબી ટીમ દ્વારા આ જગ્યાએ રેડ કરી કોર્ડન કરી અને પાંચ ઇસપો ઝડપી પાડ્યા છે જેમાં સ્થળ ઉપરથી પકડાયેલા કાદરખાન અહેમદખા પઠાણ ઉંમર વર્ષ 50 રહે ભદારા તાલુકો પાદરા બીજા કેસરીસિંગ ઉર્ફે અલ્લા રખા ઉદેશીહ વાઘેલા ઉંમર 42 રહે ભોજ બસ સ્ટેન્ડ પાસે તાલુકો પાદરા ત્રીજા સુલતાન અમીરબાપલ મલેક ઉંમર 50 રહે સાધી ગામમાં સાધી થી આતિ તરફ જોવાના રોડ ઉપર ચોથા ફિરોજભાઈ ફતેસિંહ સોલંકી ઉંમર વર્ષ 35 રહે ભોજ સના કોલોની જેમાં કેસરીસિંગ ઉર્ફે અલારખા આ અગાઉ બીજા ત્રણ ગુનેગારમાં ઝડપાયેલા હતા જે રૂઢા ગુનેગાર છે તેવી માહિતી મળી રહેલ છે ઉપરોક્ત પકડાયેલા તમામ ઇસપો પાસેથી થેલીમાંથી તેમજ જમીન ઉપર પડેલા રોકડા રૂપિયા 1,22,300 તથા ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટોના 2000 તથા 500ના દરના બંડલ નંગ 8 કિંમત ઝીરો એક થેલીમાંથી શ્રીફળ અગરબત્તી પેકેટ તથા કંકુની ડબ્બી નંગ એક તથા માચીસની વપરાયેલી પેટી તથા અલગ અલગ મણકા તેમજ અલગ અલગ નાની મોટી ગળામાં પહેરવાની ફુલ માળા તથા કેસરી કલરનો સાધુ હિન્દુ સાધુઓ વેશ વાળો ઝભ્ભો લેંઘો મળી આવેલ જે સદર ઇસપોને રોકડા રૂપિયા બાબતે આધાર પુરાવા માંગી પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષ કારક જવાબ આપ્યો ન હતો જેથી આ રોકડા રૂપિયા તેઓએ કોઈની પાસેથી વિધિ કરવાના બહાને છળ કપડથી મેળવેલ હોવાનું જણાય આવેલ તે જગ્યાએ જે બનાવવામાં ડબલ રૂપિયા કરવાની આશયથી આવેલા પરેશભાઈ રામજીભાઈ પટેલ રહે શ્રીજી વાટીકા ફ્લેટ નંબર ડી 201
સ્વામિનારાયણ મંદિર સામે ભાયલી બિલ ચોકડી રોડ તાલુકો જીલ્લો વડોદરા ના હાજર હોય તેઓની પાસેથી રોકડા 50,000 રૂપિયા મળી આવેલા જેથી તેઓને વિશ્વાસમાં લઈ તેઓની પાસેના રોકડા રૂપિયા બાબતે પૂછપરછ કરતા ઉપરોક્ત પકડાયેલા ચારેય વ્યક્તિઓએ તેઓને છલ કપટ થી વિધિ કરવાના બહાને એકના ડબલ કરી આપવાનો વિશ્વાસ આપી બોલાવેલા આ હકીકત જણાવતા ચારેય ઇસપો વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી આગળની કાર્યવાહી માટે પાદરા પોલીસ સ્ટેશન ને સુપ્રત કરેલ છે
જયા એલસીબી પોલીસે વડોદરા ગ્રામ્ય ની ટીમ દ્વારા એકના ડબલ કરવાની લાલચ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ટોળકીના ચાર સભ્યોને રોકડા રૂપિયા સાથે ઝડપી પાડી અને પકડાયેલા ઇસપો દ્વારા અન્ય કોઈ જગ્યાએ આવા ગુનાહિત બનાવોને અંજામ આપેલ છે કે કેમ તે દિશામાં વધુ ઊંડી તપાસ હાથ ધરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ હિન્દુ સાધુના પહેરવેશ પહેરી ભલા ભોળા લોકોને છેતરતા હતા વિશ્વાસઘાત કરતા હતા અને આના કારણે લોકોમાં એવો ભ્રમ પેદા થતો હતો કે હિન્દુ સાધુ હતા અને અમને છેતરી ગયા જેના કારણે પોલીસ આ અંગે આ આરોપીઓ સામે કડકમાં કડક વલણ અપનાવી કડક સજા થાય જેથી કરીને લોકોની શ્રદ્ધાની સાથે આ લોકો ખીલવાડના કરે લોકોની શ્રદ્ધાને ઠેસ ન પહોંચાડે એવો એક દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ ડગી ન જાય