ગોપાલ ચાવડા પાદરા
પાદરા ના મુજપૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ ‘સક્ષમ’ અંતર્ગત ૧૩૬ લાભાર્થીઓ વિવિધ સાધન સહાય તથા બ્લડ ડોનેશન કેમ્પ સહિત PHC માટે 40 KV નું સાયલેન્ટ જનરેટર સહિત ની સહાય સિલોક્સ ઇન્ડિયા કંપની દ્વારા આપવામાં આવી હતી.
પાદરા તાલુકા ના મુજપૂર ગામે મુજપૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિલોક્સ ઇન્ડિયા પ્રા.લી કંપની ના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની આસપાસ માં રહેતા 136 જેટલા લાભાર્થીઓ ને વિવિધ સાધન સહાય નું વિતરણ કરવામાં આવ્યું હતું
પાદરા ના એકલબારા ગામ પાસે આવેલ સિલોક્સ ઇન્ડિયા પ્રા. લી. કંપની દ્વારા પોતાની સામાજિક જવાબદારી ના ભાગરૂપે વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ ઓ તેમજ આરોગ્ય અને શૈક્ષણિક કર્યો કરે છે મુજપૂર પ્રાથમિક આરોગ્ય ખાતે કાર્યક્રમ ‘સક્ષમ’ અંતર્ગત ૧૩૬ જેટલા લાભાર્થીઓ મેં વિવિધ સહાય કરવામાં આવી હતી કાર્યકમ સિલોક્સ ઇન્ડિયા કંપની ના એમ.ડી.પ્રકાશ રામન તથા CHRO એન્ડ હેડ રાજેશ વૈધ્ય તથા HR શ્રીધર કથારીયા તથા મહાવીર રણકે સહિત મુજપૂર જિલ્લા પંચાયત ના સદશ્ય હર્ષદભાઈ પરમાર સહિત મેડિકલ ઓફિસર ડો.સુરતપ્યારી સહિત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભવો એ દીપ પ્રગટાવી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહાનુભવો નું પી.એચ.સી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં સિલોક્સ કંપની ના અધિકારીઓ તથા આસપાસ ના રક્તદાતાઓ એ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું એક દિવ્યાંગ રક્તદાતા પણ આ પ્રસંગે રક્તદાન કર્યું હતું
કાર્યક્રમ ‘સક્ષમ’ અંતર્ગત ૧૩૬ લાભાર્થીઓ ને વિવિધ સાધન સહાય કરવામાં આવી હતી જેમાં ૩૯ ટ્રાયસાઈકલ તથા ૩૬ વોકર, એમ.આર.કીટ ૧૩ તથા વિલ ચેર ૨૯ તથા બલાઇન્ડ સ્ટીક ૭ તથા ઈયર મિશીન 14 નગ તથા પ્રાથમિક કેન્દ્ર માં જ્યારે વીજ પુરવઠો ખોરવાય ત્યારે દર્દીઓ ને તકલીફ ન પડે તે માટે 40 KV નું સાયલેન્ટ જનરેટર આપવામાં આવ્યું હતું સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરિયાત મંદ નો સાધન સહાય નું વિતરણ આવેલા મહાનુભવો ના હસ્તે કર્યું હતું સાથે જનરેટર નું લોકાર્પણ કર્યું હતું
કંપની પોતા ની સામાજિક જવાબદારી ના ભાગરૂપે સાધન સહાય તથા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું હતું
પાદરા ના મુજપૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં તમામ તબીબી સુવિધાઓ માટે હમેશાં અગેસર હોય છે અને તે માટે આસપાસ ના ઓધીગીક એકમો દ્વારા સહાય કરવામાં આવે છે તે માટે સાધન સહાય અને જનરેટર આપવા બદલ મુજપૂર આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો..