ગોપાલ ચાવડા, પાદરા
પ્રમુખ સ્વામી મહારાજ ના ૭૩ માં પ્રમુખ વરણી દિને હજારો ભક્તો અટલાદરા થી ચાણસદ પદયાત્રા કરી
કરોડો લોકો ના દિલ અને દિમાગ માં જેમણે આદર સહ સ્થાન ધરાવયુ છે, લાખો લોકો ના ધરે પધરામણીઓ કરી ને શાતા સહ સાંત્વના પાઠવી છે, હજારથી વધુ મંદિરો અને સંતો ની ભેટ જેમણે સમાજને આપી છે તેવા વડોદરા જિલ્લાના પનોતા પુત્ર એવા વિશ્વ વંદનીય સંતવર્ય પ્રમુખ સ્વામી મહારાજ કે જેઓ એ બીએપીએસ સંસ્થા ના સળંગ ૬૬ વર્ષ સુધી નિર્વિવાદ અને નિર્વિરોધ પ્રમુખ રહીને સમગ્ર વિશ્વમાં એક કિર્તીમાન પણ સ્થાપિત કર્યો છે ( તારીખ ૨૧/૫/૧૯૫૦ થી તારીખ ૧૩/૮/૨૦૧૬).તેઓશ્રીને સંસ્થા ના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આજ થી ૭૩ વર્ષ પહેલા આજના જ દિવસે જેઠ સુદ ચોથ વિક્રમ સવંત ૨૦૦૬ ના રોજ ખોબા જેવડી આ સંસ્થા ના પ્રમુખ નિમ્યા ત્યારબાદ અથાક પરિશ્રમ,નિ: સ્વાર્થ પ્રેમ દ્વારા તેઓએ નવખંડ ધરામાં દરેક ઠેકાણે સનાતન સંસ્કૃતિનુ સંરક્ષણ અને સંવર્ધન કરી ને સંસ્થા ને વૈશ્વિક સ્તર ઉપર પંહોચાડી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંતપુરુષ ના દર્શને જતા એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે એ ઉક્તિ અનુસાર આજે જેઠ સુદ ચોથ ના રોજ તેઓના તોતેરમા પ્રમુખ વરણી દિને પાંચ હજાર થી વધુ આબાલ વૃધ્ધ બાઈ ભાઈ હરિભક્તો એ અટલાદરા મંદિર થી વહેલી સવારે છ વાગ્યે પૂજ્ય સંતો ના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ ધૂન, ભજન, કીર્તન ની રમઝટ બોલાવી અગિયાર કિલોમીટર ની પદયાત્રા કરી પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાને ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું