પાદરા , ગોપાલ ચાવડા
______________
પાદરામાં પૃષ્ટિ માર્ગ જગદગુરુ શ્રી મદ વલ્લભાચાર્યજી મહા પ્રભુનો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ શ્રધ્ધા ભક્તિ, અને આન બાન શાનથી ઉજવાયો
______________
ર્ષર્ષ્ઠ પીઠાધિશ્વર પ.પૂગો.૧૦૮ શ્રી દ્વારકેલાલજી મહારાજ શ્રી ના સાનિધ્ય માં સમગ્ર કાર્યક્ર્મ ઉજવાયો
________________
પાદરામાં પૃષ્ટિ જગદગુરુ શ્રી મદ વલ્લભાચાર્ય જી મહાપ્રભુ નો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ સોમવારના રોજ શ્રધ્ધા ભક્તિ સાથે ધામ ધુમ થી ઉજવાયો હતો
જેમાં રવિવારે પ્રભાત ફેરી નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ
સોમવારે પૂ મહારાજશ્રી પધરાઈ વિઠલનાથજી મંદિર પધરામણી કરીને ભગવાનની પૂજા કરી વૈષ્ણવોનો અભિવાદન સ્વીકારી ઘોડાબગીમાં બિરાજમાન થઈને નગરના મુખ્ય માર્ગો ઉપર થી પસાર થતા લોકોએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કર્યુ હતું જેમાં મોટી સંખ્યામા ભાઈઓ બહેનો ઉમટ્યા હતા અને જય શ્રી કૃષ્ણ નાં નાદ સાથે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી અને મહાપ્રભુજી ની બેઠક પહોંચી હતી
જ્યા પૂ મહારાજ શ્રી યે વચનામૃત નુ રસપાન કરાવ્યું હતું આ કાર્યક્રમમા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, કાલિદાસ મામા સંજય પટેલ , સંદીપ સુખડીયા, વૈષ્ણવ યુવા સંગઠનના પ્રમુખ મિતેષ ચોકસી, સુધીર ચોકસી સહિત આગેવાન ઉપસ્થીત રહ્યા હતા આ સમગ્ર શોભા યાત્રા નાં મનોરથી યુવા ટીમ ધવલ સાહ, રોનક ચોકસી, ચિરાગ ચોકસી, સંકેત ચોકસી, નીશીત ચોકસી ગૌરાંગ ચોકસી, પ્રશાંત ચોકસી, ભાવિક સાહ, નિકુંજ ચોકસી, ભાવિન ચોકસી, બંટી સાહ, ધવલ ચોકસી, નચિકેત ચોકસી વગેરે યુવાનોએ ભગીરથ મહેનત અને મનોરથ કરી સમગ્ર ઉત્સવ પાર પાડ્યો હતો