ગોપાલ ચાવડા પાદરા
==========
પાદરાના લોલા ગામના એક જ પરિવારનાં પાંચ વ્યક્તિઓનાં અક્સ્માત માં મૃત્યુ થયું હતું,ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ની રજુઆત નાં પગલે સરકારને સહાય કરી
==========
પાદરા તાલુકાના લોલા ગામના નાયક પરિવારના પાંચ સદસ્યોને ફેબ્રુઆરી 22 ના રોજ વડોદરા ના અટલાદરા પાસે અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરિવાર પાંચ ના મોત નીપજતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતા મૃતક દરેક વ્યક્તિને એક એક લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી પાંચ મૃતકોના પાંચ લાખ ના ચેકોની આજરોજ તેઓના પરિવારને સહાય ચૂકવવામાં આવી હતી આ સહાય થતા પરીવાર જનોએ ભાજપ સરકાર નો આભાર માન્યો હતો.