ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં ઉર્જા વિકાસ નિગમ પાદરાના દ્વાર પર આવેલી જાણીતી જગદીશ દૂધાલય સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી વધુ જગ્યા ઉપર લાખો રૂપિયાની વીજચોરી ઝડપા
પાદરામાં આજે ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ની એમજીવીસીએલની વિજિલન્સ ટીમો દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર 13 જેટલી ટીમોનો દ્વારા જડબેસલાખ પોલીસ બંદોબસ્ત સાથે પાદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં અંદાજે તેર જેટલી ટીમો માં 57 થી વધુ કર્મચારીઓ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ આ કાર્યવાહીમાં જોડાવ્યા હતા જેમાં પાદરા ગ્રામ્ય વિસ્તારો અને શહેર વિસ્તારો સહિત વિવિધ જગ્યાઓ પર વીજ ચોરી કરતા રેસીડેન્સી અને કોમરસીયલ જગ્યાઓ પર દરોડા કરવામાં આવ્યા હતા જેમાં પાદરામાં પ્રવેશ દ્વાર પર આવેલી જાણીતી જગદીશ દુધાલય ડેરીમાં પણ ટીમ દ્વારા દરોડા કરતા વીજ ચોરી ઝડપાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું સમગ્ર મામલે વિવિધ અલગ અલગ જગ્યાઓ પર વિજિલન્સ ની ટીમ દ્વારા દરોડા કરતા સાતથી વધુ જગ્યા ઉપર લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાનું બહાર આવ્યું છે અધિકારીઓના જણાવ્યા અનુસાર વીજ ચોરી કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓ યે જણાવ્યું હતું