પાદરા નગર નાગરિક બેન્ક દ્વારા સભાસદો ને મૃત્ય સહાય અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે મૃત્યુ પામેલા સભાસદો ના વારસદારો ને મૃત્યુ સહાય ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતુ
પાદરા નગર નાગરિક બેંક દ્વારા સભાસદોના હિતમાં બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા બેંકના સભાસદોને મૃત્યુ સહાય અંગેની ભલામણ કરવામાં આવી હતી જેને બહાલી આપી સભાસદોના મૃત્યુ બાદ સભાસદોના વારસદાર ને રૂ. 5 હજાર ની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સભાસદ 31 માર્ચ 2024 બાદ મૃત્યુ પામેલા હોય તેવા સભાસદો ના વારસદારો ને મૃત્યુ સહાય પેટે રૂ.5 સહાય ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નગર નાગરિક બેંક ના પ્રમુખ બાબુભાઈ ગાંધી તથા ઉપપ્રમુખ સચિનભાઈ ગાંધી સહિત ડિરેક્ટર્સ રાકેશ પટેલ તથા સંજય પટેલ ની ઉપસ્થિતિ માં નાગરિક બેન્ક ના જે સભાસદો 31 માર્ચ 2024 બાદ અવસાન પામ્યા હોય તેવા સભાસદો ના વારસદાર ને સહાય ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું..