ગોપાલ ચાવડા પાદરા
રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ પાદરાના પ્રમુખે માથાભારે નિવૃત્ત શિક્ષક જયેશ ઠક્કર વિરૂદ્ધ પાદરા પોલીસ સ્ટેશન માં કરેલી ફરીયાદ
________________
ફરિયાદી રાહુલ પટેલ સામે ખોટી RTI કરવાની વારંવાર ધમકી, ઓફિસ માં જઈને દાદા ગીરી કરી પોતાના કામો કરવા,
________
માનસિક ત્રાસ આપવો, વગેરે પ્રવૃત્તિ સતત કરતાં અંતે ત્રાશી કરેલી ફરીયાદ
_______________
જયેશ ઠક્કર વિરૂદ્ધ અગાઉ ફરિયાદો થતાં , ડેસર તાલુકામં બદલી કરવામાં આવી હતી
_______________
પાદરા તાલુકાના સાંઢા ગામના પ્રાથમિક શાળાના શિક્ષક રાહુલ પટેલ જે ઓ પોતે પણ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પાદરા તાલુકાના અધ્યક્ષ છે તેઓએ પાદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ આપી હતી જેમાં ડેસર તાલુકાની પ્રાથમિક શાળામાંથી તાજેતરમાં નિવૃત્ત થયેલ જયેશ ઠક્કર ની સામે ફરિયાદ આપી અનેક આક્ષેપો કર્યા છે જેમાં ટીપીઓ કચેરીમાં રાહુલ પટેલ કોઈ કામ અર્થે ગયા હતા ત્યાં જયેશ ઠક્કરે આવી એક શિક્ષિકા ની સેવાપોથી માગી હતી એ સેવા પોથી ન આપવા અંગે રાહુલ પટેલ જણાવતા તેમની સામે જયેશ ઠક્કરે ઉગ્ર બોલા ચાલી કરી ધમકી આપી અને ધક્કા મુખી કરી અપમાનિત કર્યા હતા અને તમારી સામે આરટીઆઇ કરીશ તમને ઉંચકીને જીલ્લા બહાર ફેકાવી દઈશ તમારા સંગઠનને પૂછે છે આ પ્રકારનું ગેર વર્તણુક કરતાં રાહુલ પટેલે અન્ય સાથી શિક્ષકોને બનાવની જાણ કરી હતી જેથી સંગઠનના શિક્ષકો પાદરા દોડી આવ્યાં હતાં જ્યાં વર્ષો થી જયેશ ઠકકર ની દાદા ગીરી સામે નહી ઝુકવું અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવાનુ નક્કી કરી પાદરા પોલિસ સ્ટેશન માં ફરીયાદ આપી હતી આ બનાવ બનતા સાથે રહેલા શિક્ષકોમાં પણ રોશ ફેલાયો હતો જ્યારે અગાઉ પણ જયેશ ઠકકર ની સામે કેટલીક ફરિયાદો થતા તેઓને પાદરાથી ડેશરની પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી હતી આમ સ્થાનિક શિક્ષકોના અને શૈક્ષણિક સંઘના આગેવાનોના જણાવ્યા પ્રમાણે જયેશ ઠક્કર એક માથાભારે શિક્ષક છે વારંવાર લોકોની સામે આર.ટી.આઈ માંગી શિક્ષકોને હેરાન પરેશાન કરવા ત્રાસ આપવા આ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે જેનો ભોગ રાહુલ પટેલ પણ બનેલા છે રાહુલ પટેલ ની પાછળ પણ છેલ્લા છ મહિનાથી જયેશ ઠક્કર લાગેલા હતા અને વારંવાર માનસિક ત્રાસ આપવો એવી પ્રવૃત્તિ કરતા હતા જેથી ત્રાસીને રાહુલ પટેલે પાદરા પોલીસ સ્ટેશન માં નિવૃત્ત શિક્ષક જયેશ ઠક્કર વિરૂદ્ધ ફરીયાદ આપતા શિક્ષણ જગતમાં ખડભડાટ મચી જવા પામી હતી