પાદરા ગોપાલ ચાવડા
પાદરા પંથકમાં ભક્તરાજ જલારામ બાપાની ધામ ધુમ અને ભક્તિ ભાવ થી જન્મ જયંતી ઉજવાઈ
______&
પાદરાના ગોવિંદ પૂરા, કંટ્યારા , લકુલેશ સોસાયટી, કૂરાલ , મોભા, સહિત ગામો અને વિસ્તારમાં જલારામ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
____________
પાદરાના ગોવિંદ પૂરા, ખત્રી મહારાજ મંદિર, જલારામ બાપાના મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે સુંદર રથમાં બાપાની છબી પધરાવી નગરમાં પ્રભાત ફેરી નિકળી હતી , બપોર બાદ મંદિરે પાદુકા પૂજન
સાથે વિધિ વિધાન મુજબ બાપાની અભિષેક કરી પૂજા કરવામાં નગર શેઠ મુકેશ ભાઈ ઠકકર દ્વારા કરવામાં આવી હતી અને સાંજે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હજરો ભક્તોએ મહા પ્રસાદી લઈ ધન્ય થયાં હતાં સમગ્ર આયોજન ખત્રી મહારાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું