પત્રકાર : મીત માછી ડભોઇ
ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્રારા અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત કાર્યશાળાનું આયોજન
ભારતીય જનતા પાર્ટી હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ના ઉજવી રહ્યું છે મહીના દરમ્યાન વિવિધ કાર્યક્રમ ઉજવણીના ભાગ રૂપ ડભોઇ વિધાનસભામાં આજે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત કાર્યશાળાનું આયોજન દયારામ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
ભારતીય જનતાપાર્ટીના 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ના ઘર ઘર સંપર્ક અભિયાન અને અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત ડભોઇ વિધાનસભાની કાર્યશાળા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના ઉદબોધનને ઓનલાઈન નિહાળવા દયારામ સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, જિલ્લા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, નગર અને તાલુકા પ્રમુખો, મહામંત્રીઓ, બુધના પ્રમુખો, પાલિકા સદશ્યો સહિત મોટી સંખ્યામાં અપેક્ષિત કાર્યકર્તા હાજર રહ્યા હતા.