પત્રકાર : મીત માછી
ડભોઈ
- ડભોઇ સાઠોદ રેલવે ઓવર બ્રિજ જોખમકારક વચ્ચેનો ડીવાઈડર ઊંચો બનાવવા માંગ
ડભોઇથી સાઠોદ જતા રેલવે ઓવર બ્રીજ જોખમ કારક નીવડી રહ્યો છે અગાઉ આ બ્રીજ ઉપર 2 જેટલી દીકરીઓ એ જીવ ગુમાવ્યો છે ત્યારે બ્રીજ ઉપર જે ડિવાઈડર બનાવામાં આવ્યા હોય સાઈઝ નાની હોવાને કારણે વહેલી સવારે મહારાષ્ટ્ર થી આવતી આઇસર ટ્રક ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને ટ્રક ચાલકને ભારે નુકશાન થવા પામ્યું હતું ડીવાઇડરની સાઈઝ મોટી કરવા વ્યાપક માંગ ઉઠવા પામી છે.
ડભોઇ સાઠોદ જતા માર્ગ ઉપર હાલમાં રેલવે ઓવર બ્રીજ નવીન બન્યો છે ધારાસભ્ય ધ્વારા આ બ્રીજ ને ખુલ્લો મુકાયા બાદ એક અકસ્માત અને બ્રીજ ખુલ્લો મુકાય તે પહેલાં એક અકસ્માત માં બે જેટલી દીકરીઓ જીવ ગુમાવ્યો છે બ્રિજના સ્ટક્ચરને લઈ હાલ સવાલો ઉભા થયા છે ફોર લેન બનાવેલ આ બ્રીજ ની મધ્યમા જે ડિવાઈડર બનાવામાં આવ્યું છે જેની સાઈઝ નાની હોય નાના મોટા વાહનો ઉપર ચડી જવાથી અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે આજે વહેલી સવારે મહારાષ્ટ્ર ની એક આઇસર ટ્રક ચડી જતા મોટી દુર્ઘટના અટકી હતી સમગ્ર બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ડિવાઈડર ની સાઈઝ મા વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.