પત્રકાર : મીત માછી ડભોઈ
ડભોઇ ૧૭ ગામ પટેલ સમાજ વાડી ખાતે હરિ પ્રબોધમ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી
આજરોજ કૃષ્ણજી પ્રદેશ ડભોઇ, નસવાડી, છોટાઉદેપુર વિભાગ દ્વારા ડભોઇ 17 ગામ પટેલ સમાજવાડી ખાતે હરીપ્રબોધમ સત્સંગ સમાજ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા ના ઉત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી
અજ્ઞાનરૂપી અંધકાર જેવા માયાના બંધનમાંથી મુક્ત કરીને જ્ઞાનરૂપી પ્રકાશના પરમપદની પ્રાપ્તિ ના માર્ગ પર લઈ જાય તે ગુરુ, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અષાઢી પૂનમ ને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આવા શુભ અવસરે કૃષ્ણજી પ્રદેશ ના ડભોઇ, નસવાડી, છોટાઉદેપુર ના હરિભક્તો દ્વારા ડભોઇ 17ગામ પટેલ સમાજ વાડી ખાતે હરિપ્રબોધમ સત્સંગ સમાજ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આત્મીય વિદ્યાધામ બાકરોલ થી ગુરુહરી પ્રબોધ જીવન સ્વામીજી ની આજ્ઞા અને આશીર્વાદ થી ગુરુપૂર્ણિમા ના પરમ અવસર ઉપર પૂજ્ય નિરંજન સ્વામી અને પૂજ્ય આનંદ સાગર સ્વામી તથા પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી અને પૂજ્ય સાધુ સૌરભ સ્વામી વિશેષ ઉપસ્થિત રહી સત્સંગ ની કથા વાર્તા નો લાભ આપી ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને સ્વામીજીના વિડીયો દર્શન નો લાભ આપ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત 2000 જેટલા હરિભક્તો દ્વારા સંતો નુ પૂજન કરવામાં આવ્યું હતું અને સહુ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી છુટા પડ્યા હતા