ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં ગૂજરાત સરકાર આયોજિત શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા નાં હસ્તે પ્રારંભ
મોટી સંખ્યામા શ્રમિકોએ ભોજન લઈને લાભ લીધો, રોજ ૫ રૂપિયામાં શ્રમિકોને ભોજન મળશે
ગૂજરાત સરકારની મહત્વાકાંક્ષી યોજના શ્રમિક અન્નપૂર્ણા નો ધનતેરસ ના શુભ દિવસે સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓમાં પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પાદરાના ઝંડા બજાર ખાતે સંપૂર્ણ સુવિધા સાથે કેબિન મૂકવામાં આવ્યું છે જેમાં અક્ષય પાત્ર વિભાગ દ્વાર ગરમ ગરમ ભોજન રોજ સવારે ૭થી ૧૧કલાક સૂધી ભોજન વિતરણ ચાલશે જેમાં શ્રમિકોએ આધાર કાર્ડ દ્વાર શ્રમિક કાર્ડ કાઢવાનું રહેશે જેની
પાશે નહિ હોય તેમના માટે ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા નાં કાર્યાલય માથી કઢાઈ શકશે
આજના કાર્યક્રમોમાં ધારાસભ્ય ની સાથે પાલીકા પ્રમુખ, ઉપપ્રમુખ ગૌરી સોની, શહેર ભાજપ પ્રમુખ કૌશિક પટેલ તાલુક પ્રમૂખ પ્રવીણ સિંધા, મહા મંત્રી હંસલ પંડયા, નયન ભાવસાર, દક્ષેશ પટેલ, સહિત પાલીકા સભ્યો કર્મચારીઓ , શ્રમિકો , અને નાગરિકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા આ યોજનાને શ્રમિકો સહિત લોકોએ ભારે સરાહના કરી હતી