પાદરા ગોપાલ ચાવડા
=====.
પાદરા કૉંગ્રેસ દ્વાર પાદરા જંબુસર રોડ ફોરલેન ની માગણી સાથે મહુવડથી પાદરા પગપાળા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું
========
સરકાર ઉપર પ્રજા દ્રોહ નો આરોપ લગાવી વચન આપી ફરિગયા નો આરોપ લગાવ્યો
===========
ફોરલેન નુ ટેન્ડરિંગ થઈ ગયું છતા રોડ નુ કામ કેમ અભરાઈએ ચડી ગયું?
______________
પાદરા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા માજી ધારાસભ્ય જસપાલ સિહ પઢીયાર ની આગેવાનીમાં
દિવાળીના તહેવારોમાં પાદરા જંબુસર ફોર લેન ની માંગણી સાથે ગુરુવારે બપોર ૨ કલાકે મહુવડ હનુમાનજી મંદિરેથી રેલી નિકળી હતી જેમાં જિલ્લા પંચાયત ના સભ્ય અર્જુન સિહ , તાલુકા પંચાયત નાં વિરોધ પક્ષ નાં નેતા હાર્દિક પટેલ, માજી તાલુકા પ્રમુખ પકા શેઠ, તાલુકા પંચાયત નાં માજી પ્રમુખ ગીરવત સિહ રાજ સહિત કૉંગ્રેસ નાં આગેવાનો કાર્યકરતાઓ
મોટી સંખ્યામા પગપાળા પાદરા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું હતું જેમાં રસ્તાઓમાં સ્વાગત માટે કાર્યકર્તાઓ ઉભા હતા ફૂલહાર પહેરાવીને ઉત્સાહ વધારતા હતા
રેલી પાદરા મામલતદાર ને બહાર બોલાવી આવેદન પત્ર આપ્યું હતું અને માગણી કરી હતીકે આ રોડ લોહિયાળ બન્યો છે દર વર્ષે અનેક લોકો નાં અક્સ્માત માં મૃત્યુ થાય છે ગંભીર ઈજાઓ થાય છે ગત સરકારે ટેન્ડરીંગ પણ કર્યુ હતુ છતા રોડ કેમ કેન્સલ થયો તેમ માજી ધારાસભ્ય જસપાલ સિહ પઢીયાર દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યાં હતા અને સત્વેર પક્ષા પક્ષી થી ઉઠી ફોર લેન રોડ નું કામ શરૂ કરવાની માંગણી કરી હતી