:
પત્રકાર : મીત માછી
ડભોઈ
ડભોઇ બી.આર.સી ભવન ખાતે આઈ.સી.ડી.એસ. તેમજ મહિલા અને બાળ વિભાગ દ્વારા શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘટક1 અને ઘટક 2 માંથી કુલ 24 આંગણવાડી બહેનોએ ભાગ લઈ 24 જેટલી વાનગીઓ રજુ કરી જે માંથી નિર્ણાયક દ્વારા કુલ 6 બહેનોને ઉત્તમ વાનગી બનાવા બદલ વિજેતા જાહેર કરાયા જેમને ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના વરદ હસ્તે સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
ડભોઇ સહિત સમગ્ર રાજ્ય મા બાળકોના પોષણ ને ધ્યાન મા રાખી આઇસીડીએસ વિભાગ અને મહિલા તેમજ બાળ વિભાગ દ્વારા આંગણવાડી બહેનો દ્વારા બનાવામાં આવતી વાનગી તેમજ કઠોળ,સહિત પૌષ્ટિક આહાર વાળી વાનગીઓ ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે આજે ડભોઇ બી.આર.સી ભવન ખાતે શ્રી અન્ન મિલેટ્સ વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા અને ડભોઇ નગર આમ કુલ 2 ઘટક માંથી 24 આંગણવાડી બહેનોએ ભાગ લીધો હતો અને કુલ 24 વાનગીઓ પ્રસ્તુત કરી હતી ઉત્તમ વાનગી નું નિર્ણાયકો દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય આમ બે ઘટકોમાં કુલ 6 વિજેતા જાહેર થયા હતા જેમને ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે નાયબ કલેકટર યોગેશ કાપસે, તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, વિશાલ શાહ, અમિતભાઇ સોલંકી, ડો.સંદીપ શાહ, કાજલબેન દુલાણી, ભાવેશભાઈ પટેલ નડા સહિત સીડીપીઓ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા આંગણવાડી બહેનો દ્વારા નાટ્ય રૂપાંતરણ કરી પૌષ્ટિક આહાર ને મિલેટ્સ વિશે માહિતી આપી હતી.