ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં પુરુષોત્તમ અધિક શ્રાવણ માસ ના પૂર્ણાહુતિ એ શ્રી સંતરામ મંદિરે ગુરુ 56 ભોગ મનોરથ ઉજવાયો.
=====
હિન્દુ પંચાંગ પ્રમાણે
દર ત્રણ વર્ષે અધિકમાસ આવતો હોય છે. ત્યારે બ્રહ્મલીન મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી માધવદાસજી મહારાજ દ્વારા ગુરુ 56 ભોગ નું આયોજન કરવામાં આવતું હતું. તે વર્ષોની ચાલતી પરંપરા અનુસાર અધિક માસના અનુસંધાને ચાલુ વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં પાદરા શ્રી સંતરામ મંદિરના વર્તમાન મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ ની પ્રેરણાથી તા .૨૧/૮/૨૦૨૩ ને સોમવાર ના રોજ પાદરાના શ્રી સંતરામ મહારાજ મંદિરે ગુરુ 56 ભોગ મનોરથ ઉજવવામાં આવ્યો હતો તેમજ રોજ દરરોજ વિવિધ પ્રકારના હિંડોળા મનોરથ ઉજવવામાં આવે છે.
આ સમયે પરંપરા અનુસાર મનોરથને અનુરૂપ કીર્તન મંડળી દ્વારા કીર્તન ગાન પણ કરાવાયા હતા. ગુરુ 56 ભોગ મનોરથોમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તેમજ આ સમયે મંદિરમાં ઉજવાયેલ મનોરથના મનોરથીઓ, વૈષ્ણવ ભાઈઓ, સખી ભજન કીર્તન મંડળીના બહેનો તથા સર્વે ભક્તો હાજર રહ્યા હતા. અનેરા અવસરે સર્વે ભક્તોએ ગુરુ 56 ભોગ મનોરથ ના દર્શન સાથે વિશેષ આરતીના દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. જેમાં મોટી સંખ્યામા ભક્તો, ભાઈઓ બહેનો, દર્શન માટે ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્ય થયાં હતા