ગોપાલ ચાવડા પાદરા
________
પાદરામાં લાભ પાંચમે ગાયત્રી મંદિર સહિત મુખ્ય મંદિરોમાં અન્નકૂટના મનોરથ દર્શન યોજાયાં
_______
ગાયત્રી પરિવાર દ્વાર અયોધ્યા રામ મંદિર ની થીમ ઉપર રંગોળી પ્રદર્શન યોજાયું
___________
ઝંડા બજાર ખાતે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરે પણ અન્નકૂટ ના દર્શન યોજાયાં હતાં
____
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા
_________
પાદરામાં નૂતન વર્ષ નિમિતે લાભ પાંચમે મુખ્ય મંદિરોમાં અન્નકૂટના મનોરથ દર્શન યોજાયાં હતાં
જેમાં ગાયત્રી શકિત પીઠ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ નૂતનમંદિર ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ દિપાવલી અને નૂતન વર્ષ હોય અન્નકૂટ નુ ભવ્ય આયોજન થતાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા હતા જ્યા અયોધ્યા રામ મંદિર ની થીમ ઉપર સુંદર રંગોળી નુ આયોજન કરવામાં આવ્યું હતું તથા અન્નકૂટ માં અનેક વ્યંજન મૂકવામાં આવ્યા હતા
જ્યારે રાત્રે આરતીમાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા હતા અને મેળાનું ચિત્ર દેખાતું હતુ ગાયત્રી પરિવારના અનેક કાર્યકર્તાએ દિવસ રાત્ર અન્નકૂટ માટે મહેનત કરીને સુંદર આયોજન કર્યું હતુતેજ રીતે ઝંડા બજાર ખાતે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરે અન્નકૂટ મનોરથ ના દર્શન યોજાયાં હતાં જ્યાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લીધો હતો