ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં લાભ પાંચમે બેઠક મંદિર અને BAPS સ્વામિનારાયણ
મંદિર માં ભવ્ય અન્નકૂટ નાં મનોરથ દર્શન યોજાયાં હતાં
________
વૈષ્ણવો, હરિ ભકતો હજારોની સંખ્યામા દર્શન માટે ઉમટ્યા હતા
_____
પાદરામાં દિવાળી નૂતન વર્ષ બાદ લાભ પાંચમે મુખ્ય મંદિરોમાં અન્નકૂટના મનોરથ દર્શન યોજાયાં હતાં જેમાં વૈષ્ણવ બેઠક નવાપુરા ખાતે અન્નકૂટ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગણિત વ્યંજનો ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા
જેનાં દર્શન માટે સેકડો ભકતો ઉમટ્યા હતા અને દર્શન કરીને ધન્ય થયાં હતા
જ્યારે. BAPS સ્વામિનારાયણ મંદિર સ્ટેશન ખાતે અન્નકૂટ મનોરથ દર્શન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો સહિત ધારાસભ્ય , વેપારી અગ્રણીઓ દિલીપ ભાઈ ઘડિયાળી સહિત વેપારીઓ સત્સંગીઓ મોટી સંખ્યામાં હાજર રહીને આરતીનો લાભ લીધો હતો આ અન્નકૂટ નાં દર્શન માટે મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉમટ્યા હતા
મંદીરે સુન્દર ડેકોરેશન કરવામાં આવ્યું હતુ જ્યારે ૭૫ થી વધુ વ્યંજનો ભગવાનને અર્પણ કરવામાં આવ્યાં હતાં