ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાશ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે નિમંત્રણ આપવા આવેલ અક્ષત નુ ધામ ધુમ થી સ્વાગત કારાયું
અયોધ્યા માં ભગવાન રામ લલ્લા નાં ભવ્ય, દિવ્ય, વિરાટ મંદિરનાં નિર્માણનું કાર્ય વેગવંતું ચાલી રહ્યું છે
આ ભવ્ય દિવ્ય નીજ મંદિરમાં ભગવાન ૫૦૦ વર્ષ ના અનેક સંઘર્ષો , બલિદાનો, પછી હિંદુ સમાજની સંગઠન શકિત દ્વાર નિર્મિત મંદિરમાં ૨૨ જાન્યુઆરી,૨૦૨૪ નાં શુભ તિથિએ ભગવાન રામ લલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તે પ્રસંગે સમગ્ર હિન્દુ સમાજ ને આમંત્રણ આપવા અયોધ્યાથી “અક્ષત” વિશેષ પૂજા કરીને વડોદરા જિલ્લાના લાખો પરીવાર ના ઘરે નિમંત્રણ આપવા કળશ દ્વાર પાદરા પધાર્યા હતા કળશ યાત્રા દ્વાર તેની શોભા યાત્રા ૨૩/૧૧/૨૩
ગુરુવારે બપોરે ૪/૦૦
કલાકે વડોદરા થી ખત્રી મહારાજ, ગોવિંદપુરા, પાદરા પધાર્યા હતા જ્યાં મંદિરના પૂજારી અતુલ મહારાજ ટ્રસ્ટી ચંદુભાઈ પટેલ, સતીશ ભાઈ પટેલ સહિત બહેનો ભાઈઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી મંદિરમાં સ્થાપિત કર્યા હતા જ્યાં આરતી અને પૂજા કરીને વાજતે ગાજતે પદ યાત્રા દ્વાર ગાયત્રી મંદિરે યાત્રા પહોચી હતી માર્ગમાં ઠેર ઠેર ઠેર સ્વાગત અને પૂજન શ્રદ્ધાળુઓ દ્વાર કરવામાં આવ્યું હતું આ યાત્રામા વિહિપ નાં દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ ગોપાલ ચાવડા, પ્રખંડ પ્રમૂખ ઘનશ્યામ ભગત પાદરા નગર પ્રમુખ ધર્મેન્દ્ર સિહ રાઠોડ સુરેશ ભાઈ પટેલ, ઘનયામ ગાંઘી, મહેન્દ્ર Patel રાજુભાઈ પટેલ ઇન્દુ બેન કાછિયા, કુસુમ બેન ઘાડધે, ધરમસિંહ ચૌહાણ, દિલીપ ભાઈ ઘડિયાળી,સહિત અનેક કાર્યકર્તાએ ભાઈઓ બહેનો યાત્રામા જોડાયા હતા વાજતે ગાજતે પગપાળા યાત્રા ગાયત્રી મંદિર પધારતા સ્વાગત સહિત પૂજા અર્ચના કરીને નીજ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યાં હતાં જ્યા ગોપાલ ચાવડાએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી અને જાન્યુઆરી મહિનામાં ૧થી ૧૪જાન્યુઆરી માં ઘર ઘર નિમંત્રણ અભિયાન માં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું