પાદરા ગોપાલ ચાવડા
________
પાદરા એસ ટી ડેપોમાં વિધાર્થીઓ હેરાન પરેશાન સવારે ૧૦ કલાક થી બપોર ૩,કલાક સૂધી ઉભા રહે ત્યારે પાસ નીકળે છે
નંબર આવે ત્યારે બારી બંધ થઈ જાય છે
_________
સરકાર માટે સૌથી વઘુ મુસાફરો વિદ્યાર્થિઓ છે
, અભ્યાસ બગડે છે
ઉભા રહી બીમાર પડે છે
_________
પાદરા એસ ટી ડેપોમાં વિદ્યાર્થી પાસ કઢાવવા
૬થી વધુ કલાક ઉભા રહે છે ત્યારે માંડ નંબર લાગે છે અને જ્યારે નંબર આવે છે ત્યારે બારી બંધ થઈ જાય છે
ગુજરાત સરકાર માટે એસટી બસ માં સૌથી વઘુ મુસાફરો અને કાયમી આવક પાસ ધારકો છે
વિદ્યાર્થિઓ જ્યારે બસ પાશ કઢાવવા માટે ૬કલાક ઊભા રહે છે ત્યારે માંડ નંબર આવે ત્યારે કર્મચારીઓએ નો ઓફિસ બંધ થવાનો સમય થતાં ઘરે જતા રહે છે અને બીજા દિવસે ફરી ઉભા રહેવાનું
વિદ્યાર્થિઓ માંગની કરી રહયાં છે કે ડેપો તંત્ર વધુ કોમ્પુટર મૂકી કર્મચારી વધારી આ સમસ્યાનો હલ કરે તેવી માગણી કરેલ છે
જેમાં મળતી માહિતી પ્રમાણે એસટી વિભાગ નું પાસ કાઢવાનું નવું સોફટવેર આવેલ છે જેથી વાર લાગે છે જેમાં વધુ કર્મચારીઓને પૂરતી ટ્રેનિંગ આપી કર્મચારીઓ ને મૂકી આ સમસ્યાનો અંત લાવે તેવી માંગણી કરી છે