Breaking News

પાદરામાં એસટી કર્મચારી ઓ અને એસ ઓ જી પોલિસ આમને સામને આવી ગયા ========= પાર્કિંગ બાબતે એસ ટી , અને પોલિસ આમને સામને આવે છે પરંતુ , અસામાજીકોના અડ્ડા વિશે કાયૅવાહી કરવાની કે બોલવાની હિંમત નથી ચાલતી

પાદરા ગોપાલ ચાવડા

પાદરામાં એસટી કર્મચારી ઓ અને એસ ઓ જી પોલિસ આમને સામને આવી ગયા

=========
પાર્કિંગ બાબતે એસ ટી , અને પોલિસ આમને સામને આવે છે પરંતુ , અસામાજીકોના અડ્ડા વિશે કાયૅવાહી કરવાની કે બોલવાની હિંમત નથી ચાલતી

========= વડોદરા જિલ્લા ના પાદરા એસટી ડેપો માં ફરજ બજાવતા જીતેન્દ્ર પરમારે એસોજી પોલીસ ના કર્મચારી સામે બાયો ચડાવી ગંભીર આક્ષેપ કર્યા છે અને પાદરા પોલીસમાં અરજી આપી છે કે એસ.ઓ.જી પોલીસ દ્વારા એસટી ડેપોમાં ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવતા વાહનોને લઈને એસટી ડેપો ના કર્મચારીઓ સાથે ખોટી રીતના ઉગ્ર ચાલી કરી ધાક ધમકી આપવામાં આવિછે 27/ 11 /2023 ના રોજ બપોરના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો દ્વારા પાદરાના એસટી ડેપોમાં ગેરકાયદેસર વાહન પાર્કિંગ કરવામાં આવ્યા હતા જે બાબતે પાદરા એસટી ડેપો દ્વારા જે તે વ્યક્તિને તાત્કાલિક ધોરણે વાહનો હટાવી લેવામાં કહેતા તે વ્યક્તિનું ઉપરાનું લઇ વડોદરા એસઓજી પોલીસમાં પાદરામાં ફરજ બજાવતા નરેશ ઉલવા દ્વારા પાદરા એસટી કર્મચારી જીતેન્દ્ર પરમાર ને મારવાની ધમકી આપી હતી તેમજ જીતેન્દ્ર પરમાર સાથે ગેર વર્તન કરી ઉગ્ર બોલાચાલી કરી હતી એસ ટી કર્મચારી પોતાની ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન તેમના કેબિનમાં પહોંચી જઈ ઉગ્ર બોલાચાલી કરી હોવાના આક્ષેપ પણ કર્મચારી દ્વારા કરવામાં આવ્યા છે જે બાબતે ન્યાઈક તપાસ માટે કર્મચારી દ્વારા પાદરા પોલીસમાં અરજી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે એક તરફ પોલીસ લોકોને ટ્રાફિક નિયમોનું ભાન કરવવા માટે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે સાથે દંડ પણ આપવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આવા કેટલાક કર્મચારીઓ દ્વારા સરકારી સંસ્થા એસટી વિભાગના કર્મચારીઓ સામે આ પ્રકારની ઘેર વર્તુળ કરે તો કેટલું યોગ્ય છે?તે સવાલ એ ભારે જોર પકડ્યું છેલ્લા ઘણા સમયથી પાદરા એસટી ડેપોમાં ઠેર ઠેર ગેરફાયદેસર વાહનો પાર્ક કરવામાં આવે છે જોકે આ બાબતે st વિભાગ દ્વારા વારંવાર લોકોને ગેરકાયદેસર વાહનો પાર્કિંગ ન કરવા માટે અપીલ કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર વાહન પાર્કિંગ કરે ત્યારે તેને મૌખિક જાણ પણ કરવામાં આવે છે ત્યારે આવા સરકારના કર્મચારીઓ એસટી વિભાગના કર્મચારીઓ સાથે આ પ્રકારની દાદાગીરી કરે તે કેટલું યોગ્ય છે? ત્યાર સવાલ ઊભો થાય છે કે પાદરા એસ ટી ડેપોમાં અલગ અલગ ઠેકાણે અસમાજિક તત્વો ના અડ્ડા જામેલા હોઈ છે વહેલી સવારે કે રાત્રે કે બપોર આ પ્રવૃત્તિ ધરાવતા ઈસ્પો ખુલ્લેઆમ ખુરશીઓ નાખીને ભાઈ નો અડોહોય તેમ બેશે છે અને તમામ વહીવટ થાય છે જે પોલિસ ને પણ ખબર છે એસ ટી તંત્ર ને પણ ખબર છે છતા કોઈ બોલવા તૈયાર નથી શુ કારણ?????????એસટી વિભાગના કર્મચારી જીતેન્દ્ર પરમારે પાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વડોદરા જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ઓપરેશન ગ્રુપ વડોદરા માં ફરજ બજાવતા નરેશ ઉલવા દ્વારા તેઓ સાથે ગેરવર્તુળ કરવામાં આવી છે જેનો યોગ્ય નિકાલ લાવી તેની સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે અને યોગ્ય ન્યાય નહિ મળે તો આંદોલન ની ચીમકી ઉંચારી છે

Share This News

About Matruraksha

Check Also

સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને દશરથ ખાતે યુવાનોને યુવા– યુથ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બેજીક કોમ્પ્યુટર, અંગ્રેજી લેંગવેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યુ સ્કીલની ૪ મહિનાની તાલીમ ના સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *