પાદરા ના દરાપુરા રોડ પર આવેલ શ્રી વહાણવટી સિકોતર માતાના મંદિરે મંગળવારે યોજાનાર 51 કુંડી નવચંડી યજ્ઞ કાર્યક્રમના તૈયારીઓના ભાગરૂપે આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો જેમાં અટલાદરા સ્વામિનારાયણ સંસ્થાના સંતોના હસ્તે કળશ પૂજન પ્રાણ પ્રતિષ્ઠા સહીત કુડ પૂજન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વહાણવટી સિકોતર પરિવારના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યાં પધારેલા સંતોએ મંત્રોચ્ચાર સાથે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી
મંગળવારે સવારથી જ મંત્રોચ્ચાર સાથે 51 કુંડી નવચંડી યજ્ઞનો શુભારંભ થશે જે કાર્યને સફળ બનાવવા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી