ગોપાલ ચાવડા પાદરા
વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા દ્વારા
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર – અયોધ્યા થી આવેલ પૂજીત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ
પાદરા ગાયત્રી મંદિર ખાતે યોજાયો
_____________ અયોધ્યાથી કેન્દ્ર દ્વારા પ્રાંતને અને જિલ્લા કેન્દ્રોને અર્પણ કરાયા હતા જ્યાં રવિવારના રોજ પાદરા ગાયત્રી મંદિર ખાતે ૮ તાલૂકના કળશો નું વિધિવત પૂજન કરીને પ્રખંડો નાં કાર્યકર્તાઓ લઈ વાજતે ગાજતે લઈ ગયા હતા અને પોતાના નગરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં અસંખ્ય રામ ભક્તો આ કળશ યાત્રામાં જોડાયા અને ભગવાન શ્રી રામના આશીર્વાદ લીધા.
આગામી તારીખ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી તમામ પ્રખંડો માં તાલુકાના દરેક ગામમાં દરેક પરિવાર ના ઘરે અક્ષત મૂકવામાં આવશે સાથે ભગવાન રામ નો ફોટો અપાશે તથા એક આમંત્રણ પત્રિકા આપવામાં આવશે.
તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિર પુઃન પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.
તેનું નિમંત્રણ સમગ્ર ભારતના દરેક હિન્દુ પરિવારને આપવામાં આવશે. અને મંદિરો ને કેન્દ્ર બનાવીને લાઈવ કાર્યક્રમને નિહાળી જે કાર્યક્રમ અયોધ્યામાં બનશે તે પ્રકારે આરતી પ્રસાદ નું આયોજન કરવામાં આવશે
આ આ કાર્યક્રમમાં જાસપુર હનુમાનજી મંદિરના પૂજ્ય રાધા રમણ સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પાદરાના જિલ્લા કેન્દ્ર માં દક્ષિણ ગુજરાત પ્રાંત સહ સંગઠન મંત્રી ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાય પ્રાંત નાં સહ સેવા પ્રમુખ ગોપાલ ચાવડા સંઘમાંથી જિલ્લાના સમન્વય સંયોજક જીગરભાઈ પંડ્યા બજરંગ દળ ના વિભાગના સંયોજક દેવાંગ પંડ્યા વિભાગના મંત્રી નિલેશભાઈ પરમાર જિલ્લા પ્રમુખ જતીનભાઈ વ્યાસ મંત્રી વિનોદ સિંહ રાજપુત પાદરા નગરના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાઠોડ વરિષ્ઠ આગેવાન તથા પૂર્વ જિલ્લા વિહિપ પ્રમુખ રમણકાકl સહિત ગાયત્રી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બાબુકાકા, કિશનભાઇ મહેતા ,વિઠ્ઠલ ચાવડા, સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પાદરા ગાયત્રી શક્તિપીઠના મંત્રી શ્રી જીગ્નેશભાઈ ચોકસીએ ગાયત્રી મંદિરની સંપૂર્ણ ટીમને હાજર રાખી ગાયત્રી મંદિર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી ત્યારે આગામી શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સના પાદરા તાલુકાના નગરના બધા જ કાર્યક્રમ અંગે પાદરા ગાયત્રી શક્તિપીઠ તેનું કાર્યલય લઈ રહેશે એ પ્રકારે જાહેરાત કરવામાં આવી હતી