સમાચાર
પત્રકાર : શૈલેષ માછી ડભોઇ
જય સીતારામ ભુછાડ , દ્વારા આયોજિત પગપાળા સંઘ અંબાજી જવા ડભોઇ માંથી પસાર થયો.
જય સીતારામ, ભૂછાડ ( જી. નર્મદા ) દ્વારા આયોજિત અંબાજી પગપાળા સંઘ ડભોઇ માંથીમાંથી અંબાજી જવા રવાના થયો હતો.
ભાદરવી પૂનમ આવતા અંબાજી જવા માટે ના પગપાળા સંઘ ડભોઈ માંથી પસાર થતા હોય છે. દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન માં શક્તિના શક્તિપીઠમાં માં નું હૃદય વસે છે. જેના કારણે દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. જેમાં ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. લોકો પગપાળા આવી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આજરોજ જય સીતારામ, ભૂછાડ (જી. નર્મદા ) દ્વારા આયોજિત અંબાજી પગપાળા સંઘ બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે 400 ઉપરાંત માઇ ભક્તો સાથે જોડાયેલ છે જે સંધ આજે ડભોઇ રાત્રિ રોકાણ કરી અંબાજી જવા માટે રવાના થયો હતો જે ડભોઇ, વડોદરા, મોગર, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, ગોઝાયરી, ઉમતા, શાહપુર મા રાત્રી રોકાણ કરી
તા. 5/9/2022 ને દશમ ના દિવસે અંબાજી પહોચશે. જય સીતારામ ભૂછાડ ( જી. નર્મદા ) દ્વારા અંબાજી પગપાળા સંઘ છેલ્લા 15 વર્ષ ઉપરાંત થી આયોજન કરતું આવ્યું છે.