પાદરા ગોપાલ ચાવડા
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા
મફત મોતિયા ઓપરેશન શિબીર યોજાયો
_____________
દર મહિનાના બીજાં રવિવારે મોગર શંકરા આઈ હોસ્પિટલ ની ટીમ દર્દીઓ ને તપાસી મોગર હોસ્પિટલમાં ઓપરેશન કરી મૂકી જાય છે
________________&
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા દર મહિનાના બીજા રવિવારે નિયમીત આઈ કેમ્પ યોજાય છે
જેમાં છેલ્લા બે વર્ષ માં બે હજાર થી વધૂ સફલ ઓપરેશન કરવામાં આવ્યા છે આ ઑપરેશન મોગર સંકરા આઈ હૉસ્પિટલ દ્વારા ટીમ આવીને દર્દીને પ્રાથમિક તપાસ કરીને
મોગર લઈ જવામાં આવે છે અને ઑપરેશન કરી પાછા લાવવામાં આવે છે
ત્યારે ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા સંપુર્ણ વ્યવસ્થાઓ કરી દર્દીઓ હોસ્પિટલના ડોકટરો સહિત ની ટીમ સંપુર્ણ પ્રાથમિક તપાસ કરી મોગર શંકરા હૉસ્પિટલ માં લઈ જવામાં આવે છે જે ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા સંપુર્ણ વ્યવસ્થા કરીને દર્દીઓ અને તેમના સગાઓને પણ ભોજન કરાવીને મોકલાય છે આ યજ્ઞ બે વર્ષ કરતા વઘુ સમય થી ચાલી રહ્યા છે જેમાં બે હજાર કરતાં વધુ સફલ ઑપરેશન કરવામાં આવ્યાં છે
આ શિબીર માં રવિવારે , શંકરાના હિતેન્દ્ર સિંહ મહીડા પ્રવીણ ભાઈ પટેલ શોખડા, પ્રકાશ ભાઈ પટેલ પાટોદ, સુરેશ ભાઈ પટેલ,સુમન ભાઈ ગાંઘી , ગોપાળ ચાવડા , રમેશ ભાઈ રાઠવા, કુસુમ બેન ઘાડગે, વગેરે સેવામાં હાજર રહયાં હતાં