ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં સિનિયર સીટીઝન
એશોસિયેસન આયોજિત દિગવંત પિતૃ ઓના શ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત્ કથાના આયોજનમાં ૫ માં દિવસે ભવ્ય નંદ મહોત્સવ યોજાયો
_____
મુખ્ય મનોરથી અને અધ્યક્ષ સાહ સૂર્યકાંત બચુભાઈ નંદ બાવા બન્યા
મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન મેંમ્બરો, વૈષ્ણવો, કથામાં શ્રવણ કરવા ઉમટે છે
_____
પાદરામાં ૧૬મી માર્ચ થી સિનિયર સિટીઝન એશોસિયેસન દ્વારા દિગવંત પિતૃઓના શ્રેયારથે ભાગવત્ કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસ પીઠ ઉપર વડોદરાના પ્રસિધ્ધ કથાકાર પૂ દિપક ભાઈ શાસ્ત્રી રસપાન કરાવી રહ્યાં છે
જેમાં ૫માં દિવશે નંદ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આં પ્રસંગે મોટી સંખ્યામાં શ્રોતાઓ હાજર રહ્યા હતા
જેમાં બાળ કૃષ્ણના પ્રાગટય પ્રસંગ સુન્દર વેષ ભૂષા નું આયોજન કરવામાં આવ્યું હતું નંદ બાવાના વેષ માં સૂર્યકાંત બચુભાઈ સાહ દ્વારા સુંદર પાત્ર ભજવી શ્રોતાઓને મુગ્ધ કર્યાં હતા આ પ્રસંગે વડોદરા થી વૈષ્ણવકુલ આચાર્ય પધાર્યા હતા સમગ્ર વાતાવરણ વૃંદાવન બની ગયું હતુ અને છેલે મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાલ કૃષ્ણ એ ભાગ લીધો મટકી ફોડી હતી અને તમામ શ્રોતાઓએ મહા આરતીમાં ભાગ લીધો હતો આ સાત દિવસ મોટી સંખ્યામાં ભકતોએ ભાગ લીધો હતો.