આગામી રથયાત્રા તેમજ મહોરમના તહેવારોને અનુલક્ષી વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદની અધ્યક્ષતામાં પાદરા પોલીસ મથકે શાંતિ સમિતિ ની મીટીંગ મળી હતી..
આવતીકાલે યોજનારી ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મહોરમના તહેવારને અનુલક્ષી તહેવારો માં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે વડોદરા જિલ્લા ના પાદરા પોલીસ મથક માં વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ હતી જેમાં પાદરા પોલીસ મથકે હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત નગર પાલિકાના કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે આવેલા જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસના અધિકારીઓ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસવડા રોહન આનંદ એ આગામી તહેવારોને અનુલક્ષી માર્ગદર્શન આપ્યું હતું તેમજ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવે તે માટે સૂચન કર્યું હતું, ખાસ કરીને સોશિયલ મીડિયામા કોઈપણ પ્રકારની કોઈ ની પણ લાગણી ન દુભાઈ તેવી પોસ્ટ ન કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું આ મીટીંગમા ડી વાય એસ્ પી ચાવડા ,SOG પીઆઇ પટેલ વિશેષ હાજર રહ્યાં હતાં પાદરા પીઆઇ એ વી ચારણે મીટીંગ સફલ કરવામાં સુન્દર યોજનાં બનાવી હતી મિટિંગ માં ભાજપનાં હોદેદારો પાલિકાનાં સદ્સ્યો મુસ્લિમ આગેવાનો અને હિંદુ આગેવાનો હાજર રહ્યાં હતાં અને ભગવાન જગન્નાથ ની રથયાત્રા શાન્તિ પૂર્વક નીકળે તેની સહુઓએ બાંયધરી આપી હતી